Home » Gujarat » Bhuj » માંડવી-ગાંધીધામના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી: ખેંચતાણ સપાટી પર

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

માંડવી-ગાંધીધામના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી: ખેંચતાણ સપાટી પર

ભુજ: અબડાસાના ડેપ્યુટી નાયબ કલેકટરની ઉપસ્થિતિમા માંડવી નગરપાલિકાના સભાખંડમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વાનુમતિથી શાસકપક્ષ ભાજપના સભ્યોએ પ્રમુખ તરીકે ભાજપના મેહુલ શાહ અને ઉપપ્રમુખ ગીતાબેન રાજગોરને બહુમતી સાથે ચૂંટવામાં આવ્યા હતા.

માંડવી તાલુકા અને શહેર કક્ષાએ ભાજપના જ કેટલાંક જૂથો વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અમુલ દેઢીયા અને ભાજપના જિલ્લા મહામંત્રી અનિરુદ્ધ દવેના જૂથ વચ્ચે ખેંચતાણ હતી. ધારાસભ્ય જૂથ મેહુલ શાહની તરફેણમાં હતું.

જયારે અનિરુદ્ધ દવે જીજ્ઞેશ કષ્ટાના સમર્થનમાં હતા.તેવી જ રીતે ગાંધીધામ નગરપાલિકા ખાતે પણ કલેકટરના જાહેરનામા અનુસાર બાકીના રહેતા અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના જાહેરનામા અનુસાર સ્ટેમ્પડ્યૂટી ડેપ્યુટી કલેકટર કાંથડ મેડમની ઉપસ્થિતિમાં ગાંધીધામ નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી.

સર્વાનુમતિથી શાસકપક્ષ ભાજપના સભ્યોએ પ્રમુખ તરીકે કાનજી ભર્યા અને ઉપપ્રમુખ તરીકે લીલાબેન શેટ્ટીને બહુમતી સાથે ચૂંટાયા હતા. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્ર્વરી, રામજીભાઈ ઘેડા અને પૂર્વ ધારાસભ્ય રમેશ માહેશ્ર્વરીના જૂથ વચ્ચે ખેંચતાણ હતી. જેમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્ર્વરીના જૂથનો હાથ ઉપર રહ્યો. રમેશ મહેશ્ર્વરી રાજેશ ભરાડિયાના સમર્થનમાં હતા.

જો કે, ઉપપ્રમુખ લીલાબેન શેટ્ટીની વરણીની સાથે જ ભાજપના નગરસેવકોની અંદરની નારાજગી બહાર આવી હતી.