Home » Gujarat » મોડાસામાં ભાજપના છ કાઉન્સીલરોનાં રાજીનામાંથી ભડકો

News timeline

Business
14 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
42 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
45 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

મોડાસામાં ભાજપના છ કાઉન્સીલરોનાં રાજીનામાંથી ભડકો

– પ્રમુખ- ઉપપ્રમુખની વરણીના ચાર કલાક બાદ અસંતોષ

મોડાસા-  મોડાસાની નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની નિદ્યારીત અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં નવા હોદ્દેદારોની ચૂંટણી મંગળવારના રોજ ખાસ સાધારણ સભામાં યોજાતાં ભાજપાના પ્રમુખ અને ઉપપ્રમુખ ૧૨ વિરૃધ્ધ ૨૩ મતો થી ચૂંટાઈ આવ્યા હતા. અને આ વિજયને આતશબાજી સાથે મનાવાયો હતો.

પરંતુ આ ભાજપાને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા નડી હોય એમ વિજયોત્વસના માત્ર ચાર જ કલાકમાં શિસ્તબધ્ધ ગણાતાં આ પક્ષની જુથબંધી બહાર આવી હોય એમ પક્ષના મેન્ડેટ ના વિરોધમાં પાલિકાના ભાજપાના છ કોર્પોરેટરો એ ચીફ ઓફીસરને રાજીનામા ધરી દેતાં રાજકીય ખળભળાટ સર્જાયો હતો.

મોડાસા નગર સેવા સદન ખાતે રાજીનામા પત્ર લઈ ચીફ ઓફીસરને આપવા પહોંચેલા ભાજપના કોર્પોરેટર કેતનભાઈ ત્રિવેદી, જલ્પાબેન ભાવસાર,કીસનલાલ શાહ,દિનેશભાઈ ગુર્જર,નર્મદાબેન રાઠોડ અને સવિતાબેન રાવળઓએ મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં પોતાના રાજીનામા ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ અવિનાશ કડીયાને સોંપ્યા હતા.

ભાજપ પાર્મેન્ટરી બોર્ડ ના નિણર્ય સામે વિરોધ વ્યક્ત કરી આ સદસ્યો એ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું  મુલાકાતમાં જણાવ્યું હતું.આમ ભાજપમાં છેલ્લા એક માસથી ઉઠેલી અસંતોષની આગ રાજીનામા સ્વરૃપે બહાર આવતાં ભાજપમાં ભડકો સર્જાયો હતો.