Home » Gujarat » Bhuj » કચ્છ જિલ્લા પંચાયતમાં બળવાના એંધાણ -કોંગ્રેસના મોઢામાં પાણી આવ્યું!

News timeline

Delhi
8 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
10 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
18 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
22 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
25 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
26 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
28 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
29 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

કચ્છ જિલ્લા પંચાયતમાં બળવાના એંધાણ -કોંગ્રેસના મોઢામાં પાણી આવ્યું!

-ભુજ- કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખના પદની બીજી ટર્મ માટેની ચૂંટણી આગામી ૨૦મીએ થવાની છે. જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતિ છે, પરંતુ ભાજપના હાઈકમાન્ડના તાનાશાહી વલણના કારણે પક્ષના જ કેટલાક સભ્યો વિપક્ષની સાથે મળીને બળવો પોકારે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

બીજી તરફ કોંગ્રેસના આગેવાનો પણ ભાજપના કેટલાક સભ્યો તેમના સંપર્કમાં હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જિલ્લા પંચાયતમાં શું નવા-જૂની થાય છે ? તેને લઈને તમામ રાજકીય કાર્યકરોની મીટ મંડાઈ છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં અમુક જ્ઞાાતિ કે પાયાના કાર્યકરોને અન્યાય થઈ રહ્યો હોવાનો સુર ઉઠવા માંડયો છે.

ખાસ કરીને અહીના સ્થાનિક સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કે પૂછ્યા વગર જ કોઈપણ સભ્યને પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી ઉપર બેસાડી દેવામાં આવશે. ત્યારે ભાજપના હાઈકમાન્ડની આ નીતિ સામે જિલ્લા પંચાયતના ભાજપના કેટલાક સભ્યોમાં પણ ભારે અસંતોષ પેદા થયો છે.

વળી બીજી તરફ કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી આગેવાનોએ જણાવ્યુ હતુ કે, અત્યારે કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના ૧૩ સભ્યો ચૂંટાયેલા છે. પરંતુ ભાજપની નીતિ-રીતિના કારણે ભાજપના ઘણા સભ્યો નારાજ છે અને તે પૈકીના ઘણા સભ્યો અમારા સંપર્કમાં પણ છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ ભાજપના નારાજ સભ્યોને સાથે લઈને ભાજપના હાથમાંથી સત્તા આંચકી શકે છે.