Home » Gujarat » Bhuj » કચ્છની તા.પં.ના છ સભ્યો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

News timeline

Entertainment
13 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

કચ્છની તા.પં.ના છ સભ્યો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

– પક્ષ વિરોધી પ્રવૃતિના બહાના હેઠળ નાના કાર્યકરો સામે કાર્યવાહી કરાઈ

ભુજ-  પ્રદેશ કોંગ્રેસ દ્વારા કચ્છમાં માંડવી તાલુકાના ગંગાબેન કલ્યાણજી સેંઘાણી(દુર્ગાપુર બેઠક), વાડીલાલ વિસનજી વાસાણી(મોટી રાયણ), ઉષાબેન મેઘુભા જાડેજા(બિદડા), સાવિત્રીબેન શાંતિલાલ જબુઆણી(દરશડી), અંજાર તાલુકાના અરજણભાઈ રવાભાઈ માતા(ટપ્પર), લખપત તાલુકાના વીણાબેન બાબુલાલ અંસારી(પાન્ધ્રો)ને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં જ પંચાયતોના નવા પદાધિકારીઓ તેમજ પાલિકાઓના પદાધિકારીઓની યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન પણ બળવાખોરીના અનેક કિસ્સા ચર્ચાસ્પદ બન્યા હતાં. કોંગ્રેસના જિલ્લા પ્રમુખના જણાવ્યા અનુસાર આ સભ્યોને શોકોઝ નોટીસ ફટકારીને ખૂલાસો પુછવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય ખૂલાસો ન કરી શકતા આખરે પ્રદેશકક્ષાએ છ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

જો કે જાહેરમાં ચર્ચાતી વિગતો અનુસાર દરેક વખતે સસ્પેન્શનમાં નાના કાર્યકરો ફસાઈ જતા હોય છે. તેનો દોરી સંચાર કરનારા મુખ્ય આગેવાનો સામે કોઈ નજર ઉંચી કરવાની હિંમત કરતું નથી.