Home » Gujarat » Bhuj » ભાનુશાળી સેક્સકાંડમાં સરકાર તટસ્થ તપાસ કરશે : મુખ્યમંત્રી

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભાનુશાળી સેક્સકાંડમાં સરકાર તટસ્થ તપાસ કરશે : મુખ્યમંત્રી

– કચ્છ આવેલા વિજય રૃપાણીએ મૌન તોડયું

– કોઈપણ પીડિતાએ ક્યારેય અરજી કરી છે, ત્યારે સરકારે તટસ્થતાથી તપાસ કરી છે

ભુજ-  કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી રૃપાણીએ જેન્તી ભાનુશાલી મુદે મૌન તોડી દાવો કર્યો હતો કે, આ પ્રકરણમાં કાયદો કાયદાનું કામ કરશે. સરકાર સંપૂર્ણ તટસ્થતાથી તપાસ કરશે. સુરતની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી ભૂર્ગભમાં ઉતરી ગયા છે.

ભાજપના નેતાને બચાવવા ભાજપ સરકાર દ્વારા ઉચ્ચકક્ષાએથી દબાણ કરાતું હોવાની ચર્ચા જોવા મળી રહી છે. તેવા આક્ષેપથી સતત ભાજપના નેતાઓ અકળાતા હતા. ત્યારે આજે રૃદ્રમાતા નજીક રક્ષકવનના લોકાર્પણમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, જેન્તી ભાનુશાલીના પ્રકરણમાં કાયદો કાયદાનું કામ કરશે. અને સરકાર સંપૂર્ણ રીતે તટસ્થતાથી તપાસ કરશે. તો વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ પણ પીડિતાએ કોઈ પણ અરજી કરી છે, ત્યારે તેને ન્યાય મળે તે માટે સરકાર હંમેશા યોગ્ય પગલા લીધા છે. કાયદો સો ટકા કાયદાનું જ કામ કરશે.