Home » Breaking News » માળીયા તાલુકા ભાજપ પ્રમુખ તથા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સસ્પેન્ડ

News timeline

Delhi
18 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

માળીયા તાલુકા ભાજપ પ્રમુખ તથા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સસ્પેન્ડ

જૂનાગઢ- મગફળી કૌભાંડમાં સંડોવણી ખુલતા માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ તથા જિલ્લા યુવા મોરચાના પ્રમુખને પ્રદેશની સુચના મુજબ જિલ્લા ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ મગફળી ખરીદીમાં સામેલ બે હોદેદારો સસ્પેન્ડ થતા રાજકીય ક્ષેત્રે ચર્ચા વ્યાપી હતી. આ અંગેની વધુ વિગત મુજબ જેતપુર તાલુકાના પેઢલામાં આવેલા જયશ્રી એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં રખાયેલી મગફળીમાંથી માટી તથા પથ્થર ભેળવેલા નીકળ્યા હતાં.

આ મગફળી માળીયા હાટીના તાલુકાનાં મોટી ધણેજની મંડળી દ્વારા ખરીદવામાં આવી હતી. આ કૌભાંડ મામલે માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ મુળુ આલાભાઈ જૂંજીયા તથા જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિક્રમસિંહ લાખાણીની પણ સંડોવણી ખુલી હતી. આથી આ બંને ભાજપનાં હોદેદાર સામે જેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

મગફળી કૌભાંડમાં સંડોવણી ખુલતા જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશની સુચના મુજબ માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ મુળુ જુંજીયા અને જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિક્રમસિંહ લાખાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતાં.આમ મગફળી કૌભાંડમાં સંડવાયેલા બંને હોદેદારોને સસ્પેન્ડ કરી ભાજપે આ પ્રકરણથી અંતર રાખવાનો પ્રયાસ કર્યો હતો.