Home » Gujarat » Ahmedabad » સરકાર વિરુદ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક -જીતનરામ માંઝી

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

સરકાર વિરુદ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક -જીતનરામ માંઝી

બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝીએ પણ મુલાકાત લીધી

અમદાવાદ: રવિવારે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝી હાર્દિક પટેલને મળવા પહોંચ્યા હતા. હાર્દિકને મળીને જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે, કોઈપણ સરકાર વિરુદ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક બાબત છે. હાર્દિકના ઉપવાસના સમર્થનમાં એકબાદ એક કૉંગ્રેસી નેતા આવી રહ્યા છે ત્યારે રવિવારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેના સમર્થનમાં ઉપવાસી છાવણીમાં જઈને હાર્દિકની મુલાકાત કરી હતી.

હાર્દિક પટેલને મળ્યા બાદ બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે કોઈપણ સરકાર વિરુદ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક વાત છે. હું સમજુ છું કે આ સમાજ મૂળ નિવાસી લોકો છે, જે સમાજના વિકાસ માટે કરી રહ્યા છે. જન સંખ્યા આધારે આરક્ષણ છે શૈક્ષણિક રીતે બેકબર્ડ લોકો માટે છે તો ૪૯ ટકા મુજબ આપી શકાય તે લિમિટ યોગ્ય નથી.

અન્ય રાજ્યમાં ૭૦ ટકા આરક્ષણ છે. આશીર્વાદ આપું છું કે દેશમાં આરક્ષણ માટે એક રસ્તો બતાવ્યો છે. દેશમાં ૫૫ લાખ ખેડૂતો આત્મહત્યા કરે છે. સરકાર પાપ કરી રહી છે તે ભોગવવું પડશે. બેદર્દોની આ સરકાર છે. અગાઉ સામાજિક, ઇકોનોમિક થયેલો સર્વે જમા કરાવ્યો છે તે જાહેર કરવો જોઈએ. હાર્દિક પટેલને અમારું સમર્થન છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગઢોડા ગામનાં ત્રણ હજાર પાટીદારો અને ખેડૂતો ઉમિયાના રથ સાથે અમદાવાદ આવવા નીકળ્યા હતા. ત્યારે તલોદ રોડ પર અટકાવી દેવામાં આવ્યા હતા. જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ખડકીને અમદાવાદ જઈ રહેલા પાટીદારોને રોકી દેવામાં આવ્યા હતા.