Home » Gujarat » Ahmedabad » શક્તિસિંહ ગોહિલે મોદી અને શાહની સરખામણી કંસ અને હિરણ્યાકશ્યપ સાથે કરી

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

શક્તિસિંહ ગોહિલે મોદી અને શાહની સરખામણી કંસ અને હિરણ્યાકશ્યપ સાથે કરી

હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે સોમવારે હાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ છે. જોકે, ઉપવાસના પગલે હાર્દિક પટેલની તબિયત વધારે બગડતી જતી દેખાઇ રહી છે. ઉપવાસી હાર્દિક પટેલને મળવા માટે રાજકીય દુનિયાના દિગ્ગજ નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ સહિત સમાજના અગ્રણીઓ પણ ઉપવાસ છાવણીએ પહોંચી રહ્યા છે. આમરણાંત ઉપવાસના 10માં દિવસે કોંગ્રેસના રાષ્ટ્રિયનેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિકની મુલાકાત લીધી છે.

ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે નિશાન ટાંકતા બંનેની સરખામણી કંસ અને હિરણ્યાકશ્યપ સાથે કરી છે.તો સાથોસાથ ગુજરાત સરકારને અંગ્રેજોના શાસન કરતા પણ ખરાબ ગણાવી હતી.

ઉપવાસના કારણે હાર્દિકના ઓર્ગેન ખરાબ થઈ રહ્યા હોવાનું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.સાથે ગુજરાતની પ્રજાને સાંધ્યા આરતી દરમિયાન હાર્દિક માટે પ્રાર્થના કરવા પણ અપીલ કરી હતી.

ગોહિલે ભાજપના કાર્યકરોને અપીલ કરી હતી કે તેઓ તેમના આકાઓ અને સરકારને સમજાવે અને જો તેઓ ના સમજે તો ભાજપના કાર્યકરો પણ હાર્દિકના સમર્થનમાં આવે. પોતાની સાથે આવેલી ગાડીઓ અને લોકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે પોલીસે રોકતા દિલગીરી વ્યક્ત કરી હતી કે તેમને નથી ગમતું પણ ઉપરથી આદેશ હોવાથી કમને પોલીસ લોકોને રોકી રહી છે.