Home » Gujarat » Gandhinagar » ખેડૂતોના દેવામાફી મુદ્દે કિસાનસંઘ-ભાજપ કિસાન મોરચો મૌન

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ખેડૂતોના દેવામાફી મુદ્દે કિસાનસંઘ-ભાજપ કિસાન મોરચો મૌન

સોશિયલ મિડિયામાં કોમેન્ટોની ભરમાર

એક તરફ, ખેડૂતોના દેવામાફીને લઇને પાટીદાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલે આમરણ ઉપવાસ શરુ કર્યા છે. બીજી તરફ, ખેડૂતોના ખભે બંદુક રાખીને રાજનીતિ કરતાં ભારતીય કિસાન સંઘના નેતાઓ ખેડૂતોની દેવામાફીને લઇને એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. સોશિયલ મિડિયામાં ભારતીય કિસાનસંઘ જ નહીં,ભાજપ કિસાન મોરચા વિરુધ્ધ જોરદાર કોમેન્ટોનો મારો જામ્યો છે.

ગુજરાતમાં ખેડૂતોની દયનીય દશા છે. મગફળી,કપાસ સહિત વિવિધ પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી. પાકવિમાને લઇને ખેડૂતો હેરાન પરેશાન થઇ ઉઠયા છે. ખેતરોની માપણીને લઇને થયેલાં ગોટાળાના મુદ્દે વધુ એક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સિંચાઇના પાણીના અભાવે ખેતી કરવી મુશ્કેલ બન્યુ છે.

મોંઘા ખાતરો,બિયારણ,જંતુનાશક દવાઓ ખેડૂતોને હવે પોષાય તેમ નથી. ખેડૂતોએ દેવુ કરીને ખેતી કરવી પડે છે. આ દયનીય સ્થિતી હોવાથી દેવામાફીનો મુદ્દો ગુજરાતમાં ઉઠયો છે.

કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની માંગને લઇને રોડ પર ઉતરતાં ભારતીય કિસાનસંઘના નેતાઓ હવે ભાજપ સરકાર સામે મૌન ધારણ કરીને બેઠાં છે. ભારતીય કિસાનસંઘ અને ભાજપ કિસાન મોરચો પોતાની જ સરકારમાં ખેડૂૂતોના હક્ક માટે રજૂઆત કરવામાં ય પીછેહટ કરી રહ્યાં છે.

આ જોતાં સોશિયલ મિડીયામાં લોકો કોમેન્ટો કરી રહ્યા છેકે,ખેડૂતોના નામે રાજનિતી કરનારાં હવે સરકારના પીઠ્ઠુ બન્યાં છે.કયાં છે ખેડૂતોના બેલી, કયાં છે ખેડૂત આગેવાનો. અત્યારે કિસાનસંઘ અને ભાજપ કિસાન મોરચો ખેડૂતોને કોરાણે મૂકી માત્ર સરકારની ડુગડુગી વગાડવામાં વ્યસ્ત છે.