Home » Gujarat » Ahmedabad » હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને માત્ર રાજ્યમાં અશાંતિ ફેલાવનારું- ભાજપ

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને માત્ર રાજ્યમાં અશાંતિ ફેલાવનારું- ભાજપ

કેબિનેટ મંત્રી સૌરભ પટેલે સરકાર તરફથી હાર્દિક પટેલના ઉપવાસ પર કોંગ્રેસ પર હુમલો બોલ્યો હતો. ઉર્જામંત્રી સૌરભ પટેલે હાર્દિકના ઉપવાસને રાજકીય ગણાવ્યા અને તેના અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. સૌરભ પટેલે કહ્યું કે, હાર્દિક પટેલ ઘણાં સમયથી ઉપવાસ પર બેઠા છે જેના કારણે સરકાર પણ ચિતિંત છે અને આશા છે તે આ મામલે ડોક્ટરની સલાહ લે, જો કે ડોક્ટરની સલાહ લેતો નથી તે યોગ્ય નથી.

ઉર્જા મંત્રીએ કહ્યું કે, આ સમગ્ર ઉપવાસ અને આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, જેના માટે કોંગ્રેસના મિત્રો પાછળથી સલાહ આપે છે. તેમજ હાર્દિકને મળવા જે પણ પહોંચ્યા છે તે તમામ મોટા ભાગના ગુજરાત વિરોધી મળવા જાય છે. જ્યારે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય લાભ લેવા માટે કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં સૌરભ પટેલે કહ્યું કે, જેઓ હાર્દિકને ટેકો આપે છે તેમના દ્વારા અનામતનો કોઇ પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. કોંગ્રેસ તરફથી અનમાત મુદ્દે કોઇ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાજ્યના પાટીદાર સમજે છે, અને જાણે છે કે આંદોલન પાછળ કોણ છે અને કોના દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે પાટીદાર સમાજે જાગૃત રહે તેવી આશા રાખીએ છે.

સરકારની ખેડૂતો અંગેની વિવિધ માંગણી પર ભાજપ નેતાએ કહ્યું કે, સરકાર સંપૂર્ણપણે ખેડૂતોને મદદ કરવા તૈયાર છે. રાજ્ય સરકાર હંમેશાથી ખેડૂતોની સાથે રહી છે. છેલ્લા ઘણાં સમયથી સરકાર ખેડૂતોની આવક વધે તેવા પગલાં જ લે છે. જેના માટે સરકારના દ્રાર બધા માટે ખુલ્લાં જ છે.

રાજય સરકાર તરફથી અપીલ કરતાં કેબિનેટ મંત્રીએ જનતાને અપીલ કરી કે આ રાજકીય આંદોલનને રાજકીય રીતે જ સમાપ્ત કરવું પડે તે જરૂરી છે. જનતાએ તેના માટે યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માગે છે, જેને સમજીને હવે આ મુદ્દે શાંતિથી વાતચીતનો રસ્તો અપનાવવો જોઇએ.