Home » Gujarat » Ahmedabad » કોંગ્રેસની પાટીદાર સમાજને અનામત આપવાની વાત ક્લિયર – રાજીવ સાતવ

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

કોંગ્રેસની પાટીદાર સમાજને અનામત આપવાની વાત ક્લિયર – રાજીવ સાતવ

કોંગ્રેસ પાટીદાર અનામતની તરફેણમાં, ગુજરાત સરકારને લીધી આડે હાથ

હાર્દિક પટેલના ઉપવાસનો આજે 12મો દિવસ છે. ત્યારે હાર્દિક પટેલનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું. સોલા સિવિલના ડૉ.મનીષા પંચાલે મેડિકલ ચેકઅપ કર્યું હતું. જેમા વજન, બી.પી અને ઓક્સિજનની માત્રા ચેક કરાઈ હતી.

જો કે હાર્દિકે ડોક્ટરોને યુરિન કે બ્લડ આપવાની ચોખ્ખી ના પાડી હતી. ચેકઅપ બાદ ડૉક્ટરોએ હાર્દિકે પાણી નહીં લેતા કીડની પર ઈફેક્ટ થઈ શકે છે તેવું જણાવ્યું હતું. અને આ સાથે જ હૃદયના ધબકારા પર પણ અસર થઈ શકે છે તેવી ચેતવણી પણ આપી હતી.

દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવામાફીની માગ સાથેના ધરણા કાર્યક્રમમાં ભગલેવા આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પાટીદાર સમાજને અનામત અંગેની વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની પાટીદાર સમાજને અનામત આપવાની વાત ક્લિયર છે. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં પણ આ વાત ક્લિયર કરી હતી. વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ પક્ષ દ્વારા આ વાત મુકવામાં આવી છે.

સાતવે જણાવ્યું હતું કે, ખેડૂતોના દેવામાફીની માગ સાથે કોંગ્રેસ દ્વારા આજે રાજ્યભરમાં ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેના ધરણામાં હાજરી આપવા આવેલા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ભાજપ સરકારને ખેડૂત વિરોધી ગણાવતા આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતનો ખેડૂત પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે. ગુજરાત સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. કર્ણાટક અને પંજાબની કોંગ્રેસ સરકાર ખેડૂતોના દેવા માફ કરતી હોય તો ગુજરાતની ભાજપ સરકાર કેમ દેવા માફ ના કરી શકે? ખેડૂતોને ટેકાના ભાવ અને પાકવિમો પણ આપવામાં નથી આવતો. પાક વીમા પેટે ગુજરાતના ખેડૂતો પાસેથી રૂપિયા 20 કરોડ ઉઘરાવવામાં આવ્યા છે.