Home » Breaking News » બાયડમાં ભાજપના પૂર્વ મહિલા ઉપપ્રમુખને પ્રમુખપદ આપી એનસીપીએ સત્તા આંચકી

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

બાયડમાં ભાજપના પૂર્વ મહિલા ઉપપ્રમુખને પ્રમુખપદ આપી એનસીપીએ સત્તા આંચકી

– પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના-૧૨ કોંગ્રેસનો-૧ અને એનસીપીના ૧૧ સભ્યો હાજર રહ્યા

બાયડ- બાયડ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના પદ માટે આજે રસાકસીભરી ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ શાસિત પાલકાના પૂર્વ ઉપપ્રમુખને પ્રમુખપદ આપી એનસીપીએ સત્તા ઝૂંટવી લેતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પાલિકામાં ભાજપના સભ્યોમાં આંતરિક ટાંટીયા ખેંચના લીધે વધુ એક પાલિકામાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. બાયડ પાલિકાન ઇતિહાસમાં પ્રથમવાર લઘુમતિ મહિલાએ પ્રમુખપદ મેળવ્યું છે.

અરવલ્લી જિલ્લા કલેકટરનો આદેશ બાદ આજ રોજ બાયડ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા ચૂંટણી અધિકારી અજયસિંહ ડોડીયા દ્વારા શરૃ કરાઈ હતી. પાલિકામાં ભાજપના ૧૨ અને એનસીપીના ૧૧ અને કોંગ્રેસનો એ સભ્ય મળી બને પક્ષે ૧૨-૧૨ સભ્યો હાજર રહ્યા હતા. પાલિકામાં આ વખતે પ્રમુખ પદ માટે સામાન્ય સ્ત્રી સીટ હોય ભાજપ તરફથી પ્રમુખ તરીકે વિમળાબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે એનસીપી તરફથી ભાજપમાંથી બળવો કરી આવેલા.

પાલિકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સાહીનબાનુ દસુમીયા મલેકે ઉમેદવારી નોંધાવી હતી. બીજા ઉમેદવાર તરીકે સોનલબેન પંડયાએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપ તરફથી અરવિંદભાઈ જેઠાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે એનસીપી તરફથી ભલુભાઈ પ્રેમજીભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.

ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના સમયે એનસીપીના ઉમેદવાર સોનલબેન મુકેશભાઈ પંડયાએ ફોર્મ પરત ખેંચતા પ્રમુખપદની રેસમાં બે ઉમેદવારો સાબીનબાનું મલેક અને વિમળાબેન પટેલ મેદાને રહ્યા હતા મતદાનની કાર્યવાહી શરૃ થતા સાહીનબાનું મલેકને ૧૩ સભ્યોએ મત આપતા વિજેતા જાહેર થયા હતા જ્યારે વિમળાબેન પટેલની તરફેણમાં ૧૧ મત રહ્યા હતા જેથી તેમની હાર થઇ હતી બાદ ચૂંટણી અધિકારીએ સાહીનબાનું મલેકને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કર્યા હતા. જ્યારે એનસીપીના ઉમેદવાર ભલુભાઈ પટેલની તરફેણમાં ૧૩ મત મળતા તેમને પણ ઉપપ્રમુખ પદે વિજેતા જાહેર કરતા ભાજપ છાવણીમાં સનાટ્ટો વ્યાપી ગયો હતો.