Home » Gujarat » સાવલી નગર પાલિકામાં ભાજપના ૭ બળવાખોરો પક્ષમાંથી સસ્પેન્ડ

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સાવલી નગર પાલિકામાં ભાજપના ૭ બળવાખોરો પક્ષમાંથી સસ્પેન્ડ

વડોદરા – વડોદરા જિલ્લાની સાવલી નગર પાલિકામાં ભાજપના મેન્ડેટનો અનાદર કરી અલગ જૂથ બનાવનાર સાત સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સાવલી નગર પાલિકામાં તા.૪થી ઓગષ્ટે અઢી વર્ષની બીજી ટર્મ માટે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના કુલ ૨૪માંથી ૨૦ સભ્યોને પ્રમુખ તરીકે કેતન શેઠ અને ઉપપ્રમુખ તરીકે ખ્યાતિ પટેલને ચૂંટવા માટે મેન્ડેટ આપવામાં આવ્યો હતો.

પરંતુ, ભાજપના ૮ સભ્યોએ નવનિર્માણ જૂથને સમર્થન આપી ભાજપમાંથી બળવો કર્યો હતો.છેલ્લી ઘડીએ રેહાનાબેન શેખ નામની ભાજપની સદસ્ય ભાજપમાં પરત ફરતાં ભાજપના ઉમેદવારોને ૧૨-૧૨ મત અને કોંગ્રેસ પ્રેરિત નવનિર્માણ જૂથના ઉમેદવારોને ૧૧-૧૧ મત મળ્યા હતા અને એક મતથી ભાજપની સત્તા બચી હતી.

આ ચૂંટણી દરમિયાન પહેલી ટર્મના પ્રમુખ ભાવનાબેન પાટણવાડિયા ગેરહાજર રહ્યા હોઇ કુલ ૨૩ સભ્યોએ મતદાન કર્યું હતું. ઉપરોક્ત બનાવ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખે ગેરહાજર રહેલા પૂર્વ પ્રમુખ ભાવનાબેન સહિત તમામ સાત બળવાખોરોને સસ્પેન્ડ કર્યા છે અને તેમને પક્ષમાંથી બરતરફ કેમ નહીં કરવા તેની શોકોઝ નોટિસ આપી છે.