Home » Gujarat » Ahmedabad » સૂતેલી સરકાર અહંકાર છોડીને આંદોલનકારીઓને મળે: પરેશ ધાનાણી

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સૂતેલી સરકાર અહંકાર છોડીને આંદોલનકારીઓને મળે: પરેશ ધાનાણી

અમદાવાદ : પાસના ક્ધવીનર હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદાર સમાજને અનામતના મુદાને લઇને 14 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિકના સમર્થનમાં પહેલા દિવસથી જ કોંગ્રેસ તેની સાથે રહી છે. અને શુક્રવારે કલેકટર કચેરી ખાતે પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસે 24 કલાકના ઉપવાસ રાખ્યાં હતા. ખેડૂતોના દેવા માફી મુદ્દે પાસ ક્ધવીનર હાર્દિક પટેલ બાદ હવે કોંગ્રેસે પણ આજે ધરણા કાર્યક્રમ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત 25 કાર્યકર્તાઓ 24 કલાક માટે ઉપવાસ પર બેઠા હતા. ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જાહેરાત કરી હતી કે, ભાજપના અહંકાર સામે 24 કલાકનું ઉપવાસ આંદોલન કરશે.

દરેક જિલ્લાના નેતાઓ તથા કાર્યકરો આ ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના ઉપવાસ પાછળની મુખ્ય માગણીઓ ખેડૂત દેવા માફી અને લોકશાહી બચાવ છે.

આંદોલન કરવાનો અધિકાર તમામ 18 વર્ણને છે. સરકાર તંત્રનો ઉપયોગ કરી લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. ભાજપના રાજમાં ખેડૂત પાયમાલ થયો છે. સમગ્ર દેશમાં ખેડૂતો બેહાલ છે. ખેડૂતના ઓજાર પર જીએસટી લદાયું છે. ખેડૂતો પર કર વેરો નાંખી ભાજપે મોટું પાપ કર્યું છે.ભાજપ સરકાર અહંકારી છે. આંદોલનકારીઓની સાથે સરકાર વાત કરે તેવી અપીલ કરી હતી. હું સરદાર પટેલનો વારસદાર છું તેનું ગૌરવ છે.