Home » India » Bangalore » ભાજપ સાથે ગઠબંધન માટે ટીઆરએસ તૈયાર થઈ શકે

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

ભાજપ સાથે ગઠબંધન માટે ટીઆરએસ તૈયાર થઈ શકે

નવી દિલ્હી  : વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પોત પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી તૈયારીમાં સૌથી આગળ દેખાઈ રહ્યા છે. ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે દરરોજ નવા નવા સમીકરણો રચાઈ રહ્યા છે. આના ભાગરૃપે ભાજપ અને કોંગ્રેસ ગઠબંધનને મજબૂત કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. નવી પાર્ટીઓને સાથે લાવવાની કવાયત ચાલી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ અને ભાજપ વચ્ચે ચૂંટણી બાદ ગઠબંધન પર એક સંભવિત સંમતિ સધાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી અને ટીઆરએસના પ્રમુખ ચંદ્રશેખર રાવની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થોડાક સમય પહેલા બેઠક થઇ હતી. એવુ જાણવા મળ્યુ છે કે મોદી અને રાવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ઉપર ચર્ચા વિચારણા કરી હતી. મોદી સાથે વાતચીત કર્યા બાદ રાવે કહ્યું હતું કે જો ચૂંટણી બાદ ગઠબંધન તેમની પાર્ટીના હિતમાં રહેશે નહીં તો ભાજપને જરૃર પડશે તો ગઠબંધન મામલે ટેકો આપવામાં આવશે. છેલ્લા થોડાક દિવસમાં જ મોદીએ વારંવાર ટીઆરએસની પ્રશંસા કરી છે.

લોકસભામાં મોદી સરકારની સામે ટીડીપી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પણ ટીઆરએસએ પોતાને અલગ કરી લેવાની જાહેરાત કરી હતી. ટીડીપી એનડીએ સાથે અલગ થયા બાદથી એનડીએ દ્વારા ટીઆરએસને સાથે લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન એકબાજુ મોદીએ ટીડીપીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ટેકા કરી હતી. જ્યારે બીજી બાજુ ટીઆરએસ પ્રમુખ ચંદ્રશેખર રાવની પ્રશંસા પણ કરવામાં આવી હતી. જૂનમાં ચંદ્રશેખર રાવે મોદી સાથે વાતચીત કરી હતી. ૫૦ દિવસની અંદર જ મોદી અને રાવ વચ્ચે આ બીજી વાતચીત છે. આવી સ્થિતિમાં સમીકરણો બદલાવવાના સંકેતો દેખાઈ રહ્યા છે.

બીજી બાજુ તેલંગાણા તરફથી કેટલીક માંગો હજુ પણ કેન્દ્રમાં પેન્ડીંગ રહેલી છે. માત્ર જુદા જુદા કારણોથી રાજકીય સંબંધો બગાડવામાં આવી રહ્યા નથી. ટીઆરએસ સરકારમાં એક મંત્રી પોતે કહે છે કે અમે આ માંગોને લઈને કેન્દ્રની સામે સતત રજુઆત કરીશું. કેન્દ્ર સરકાર સાથે સારા સંબંધો રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે. વધતા જતા નજીકના સંબંધોને લઈને ટીઆરએસ હજુ ભાજપને સંપૂર્ણપણે ટેકો આપવાની તૈયારીમાં નથી. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનના સૂચનને પાર્ટી પહેલાથી જ અસ્વીકાર કરી ચુકી છે. ટીઆરએસ માને છે કે તેલંગાણામાં જીતવા માટે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નથી. ટીઆરએસના નેતા ચન્દ્રશેખર રાવે વિધાનસભાને વિખેરી નાંખીને તમામને ચોંકાવી દીધા છે. તેમની ગણતરી વહેલી તકે ચૂંટણી યોજાય તે સ્થિતી પર કેન્દ્રિત થઇ ગઇ છે. આગામી દિવસોમાં રાવ કોઇ નવા પાસાની જાહેરાત કરી શકે છે. રાવે પહેલા વિધાનસભા ભંગ કરીને અને ત્યારબાદ પાર્ટીના ૧૦૫ ઉમેદવારોની યાદી ચૂંટણી માટે જાહેર કરીને રાજકીય પંડિતોને પણ ખોટા સાબિત કરી દીધા છે.