Home » Gujarat » અમરેલી પાલિકામાં બઘડાટી: પ્રમુખ, ચિફ ઓફિસર ઉપર ફેંકાઇ ખુરશીઓ

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

અમરેલી પાલિકામાં બઘડાટી: પ્રમુખ, ચિફ ઓફિસર ઉપર ફેંકાઇ ખુરશીઓ

– બળવાખોરોનાં શાસનની પ્રથમ સામાન્ય સભામાં કોંગ્રેસનાં સદસ્યોની ગુંડાગીરી

અમરેલી- અમરેલી નગરપાલિકા કચેરીમાં આજે યોજાયેલી સામાન્ય સભામાં લોકશાહીનું વસ્ત્રાહરણ થયું હતું. કોંગ્રેસના સદસ્યો ગુંડાગીરી ઉપર ઉતરી આવી સભાખંડમાં જ ચિફ ઓફિસર, પ્રમુખ સહિતનાં સત્તાધારી જુથ  ઉપર  ખુરશીઓ ફેંકતા ચિફ ઓફિસર માંડ બચ્યા હતા.

જ્યારે ચાર મહિલા સદસ્યાઓને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ હતી. ચિફ ઓફિસર પર થયેલા હલ્લાથી પાલિકાનાં તમામ કર્મચારીઓ વિજળીક હડતાલ પર ઉતરી જઇ  પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.

અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસના બળવાખોરોએ ભાજપ અને અપક્ષનાં ટેકાથી આગામી અઢી વર્ષે માટે પ્રમુખ – ઉપપ્રમુખના સત્તાના સુત્રો સંભાળ્યા બાદ આજે પાલિકાની કચેરીમાં પ્રમુખ ચેમ્બરમાં પ્રમુખ જયંતિભાઇ રાણવાનાં અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા મળી હતી.

જેનાં એજન્ડામાં લેવામાં આવેલ ૯૩ ઠરાવો  સામાન્ય સભામાં ૨૪ સદસ્યો વિરૂધ્ધ ૧૮ મતે પસાર થઇ જતા પ્રમુખ દ્વારા કોઇને  વાંધો તકરાર હોય તો વાંધા અંગે લેખિત આપવાનું કહી સભા બહુમતિથી પુર્ણ થયાનું જાહેર કરતા જ કોંગ્રેસના  વિરોધ પક્ષમાં બેઠેલા સદસ્યોએ હોબાળો મચાવી દીધો હતો.

પાણી વેરો વધારા સહિતના ઠરાવો અંગે ચર્ચાની માગણી કરી ચિફ ઓફિસર તેમજ પ્રમુખ સહિતનાં સત્તાધારી જુથ પર હલ્લાબોલ મચાવી ખુરશીઓના છુટા ઘા  કરતા ચિફ ઓફિસર બચીને ચેમ્બર બહાર નિકળી ગયા હતા. ખુરશીની ફેંકા – ફેંકીમાં ચાર મહિલા સદસ્યાઓ (૧) જશુબેન ચંદુભાઇ બારૈયા (૨) બાલુબેન દિનેશભાઇ પરમાર (૩) સમીનાબેન અલ્તાફભાઇ સંધાર (૪) રીટાબેન કૌશિકભાઇ ટાંકને સામાન્ય ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ હતા.

પાલિકા પ્રમુખ  જયંતિભાઇ રાણવાની આગેવાની હેઠળ તમામ સદસ્યો ‘ગુંડા ગર્દી’  બંધ કરોના નારા સાથે સીટી પોલીસ સ્ટેશને ધસી ગયેલ હતા. જયાં મોડે સુધી સમાધાનની વાટાઘાટો કારગત નિવડેલ ન હતી.