Home » Gujarat » Bhuj » ભારતનું અર્થતંત્ર બ્રિટનથી પણ મજબૂત બનશે: મોદી

News timeline

Entertainment
29 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
3 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

ભારતનું અર્થતંત્ર બ્રિટનથી પણ મજબૂત બનશે: મોદી

અંજાર નજીકના સતાપર ખાતે રૂપિયા ૬ હજાર કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કરાયા

ભુજ: કચ્છના અંજારના સતાપર ખાતે મુન્દ્રા એલએમજી ટર્મિનલ, અંજાર-મુન્દ્રા પાઈપલાઈન પ્રોજેક્ટ અને પાલનપુર-પાલી-બારમેર પાઈપલાઈન પ્રોજેક્ટ સહિતના કુલ્લે રૂ. ૬ હજાર કરોડની કિંમતના જુદા જુદા ત્રણ પ્રકલ્પોના પ્રતીક લોકાર્પણ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે હવાઈ ચપ્પલ પહેરવાવાળાઓ પણ હવાઈ સફર કરી રહ્યા છે.

પહેલા માત્ર ૪૦૦ વિમાનો આકાશમાં ઉડતાં જયારે હવે માત્ર એક જ વર્ષમાં ૯૦૦ જેટલા નવા વિમાનોના ઓર્ડર દેવાયા છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પાછલી સરકારોએ સાંઈઠ વર્ષના ગાળામાં ૧૩ કરોડ પરિવારોને રાંધણગેસના જોડાણો આપ્યા હતા, જયારે અમે માત્ર ચાર વર્ષમાં દસ કરોડ લોકોને રાંધણગેસના જોડાણો આપી દીધા છે. વીજળીકરણની બાબતમાં પણ સરકાર ઝડપભેર કામગીરી કરી રહી હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, દેશની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ પહેલાં, દેશના તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો ધ્યેય નક્કી કરાયો છે.

દર વર્ષે કચ્છ આવવાનું મન મને થાય છે.કચ્છમાં પર્યટન ઉદ્યોગના વિકાસ માટે હજુ વિપુલ તકો રહેલી છે. વિશ્ર્વમાં કચ્છ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કૉંગ્રેસનું નામ લીધા વગર તેમણે એવા કટાક્ષ કર્યા હતા કે કેટલાક લોકો નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. આવા લોકો કોઈ પણ કાર્યની શરૂઆત પહેલાં જ તેના નકારાત્મક પરિણામો વિચારીને કાર્યનો પ્રારંભ જ કરી શકતા નથી તેમ જણાવી મોદીએ પોતાના દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનની સફળતાનો દાખલો આપ્યો હતો.