Home » Gujarat » Bhuj » રાપર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં 8માંથી 5 બેઠકો કોંગ્રેસે કબજે કરી

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
24 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
24 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
24 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

રાપર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં 8માંથી 5 બેઠકો કોંગ્રેસે કબજે કરી

વિધાનસભા બાદ વધુ એક સફળતા મળતા કોંગ્રેસની છાવણીમાં ઉત્સાહ

ભુજ- અંતરજાળ- નખત્રાણા તાલુકા પંચાયત બાદ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં પણ કોંગ્રેસે વિજય પતાકા લહેરાવ્યા હતાં. રાપર એપીએમસીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ હતો. રાજકીય કાવાદાવા અને ભાજપના જૂથવાદે કોંગ્રેસના ઉમેદવારોને જીત અપાવી છે. આઠ બેઠકોમાંથી પાંચ ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી હતી. ભાજપના ત્રણ જ ઉમેદવારો વિજેતા બન્યા હતા.

રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ગત રોજ ૫૨૬માંથી ૫૦૬ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી અગાઉ ખરીદ વેંચાણ સંઘ અને વેપારી વિભાગના કૂલ પાંચ ડાયરેકટરો બિનહરીફ જાહેર થયા હતા.

જ્યારે ખેડૂત વિભાગના આઠ ડાયરેકટરો માટે ૧૬ ઉમેદવારોએ ઝંપલાવ્યુ હતુ. જેમાં પ્રારંભથી ભાજપમાં જૂથવાદ સપાટી રહ્યો હતો. ગઈકાલની ચૂંટણી બાદ આજે સવારે જિલ્લા રજીસ્ટ્રારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી મતગણતરીમા ંબેલેટ પેપરથી ગણતરી કરવામાં આવી હતી. જેમાં, કોંગ્રેસે બાજી મારી હતી. આઠમાંથી પાંચ બેઠકો પર કબ્જો મેળવ્યો હતો.

વિધાનસભા બાદ કોંગ્રેસને ફરી વખત જીત મળતા કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહ છવાઈ ગયો છે. ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત મનાતા પુંજા ચૌધરી (૩૧૪), ધર્મેન્દ્રસિંહ પરમાર (૩૦૯), ગજેન્દ્રસિંહ વાઘેલા (૨૬૧), ધારાભાઈ ભરવાડ (૨૩૪) વિજયી બન્યા હતા જયારે ભાજપ સમર્થિત મનાતા ઉમેદવારોમાં રાપર તાલુકા પંચાયત ઉપપ્રમુખ હમીરજી સોઢા (૨૫૭) કેડીસીસી બેંકના ડાયરકેટર ઘનશ્યામ પુજારા (૨૫૫) અને મહેન્દ્રસિંહ વાઘેલા (૨૩૬), વણવીર રજપુત (૨૩૮) મત મળતા તેઓ વિજયી બન્યા હતા.