Home » Gujarat » Ahmedabad » સાડા ચાર વર્ષમાં બધી જ પોલ ઉઘાડી પડી ગઇ – શત્રુધ્નસિંહા

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

સાડા ચાર વર્ષમાં બધી જ પોલ ઉઘાડી પડી ગઇ – શત્રુધ્નસિંહા

અમદાવાદ-  રાષ્ટ્રમંચના કાર્યક્રમમાં જનસંબોધન કરતાં શત્રુઘ્નસિંહાએ વડાપ્રધાનના જુઠ્ઠાણાં અંગે ટોણો માર્યો કે,એક વખત નરેન્દ્ર મોદીએ ભાષણમાં કહ્યું કે,સિંકદર પટણા આવ્યો હતો.આટલી હદે જૂઠ હોય. અગાઉ જયારે મોદી ભાષણ કરતાં ત્યારે હું પણ તેમની વાતોથી પ્રભાવિત થતો હતો. તેમની વાતમાં મને સત્ય જ નહીં, તેમની વાતો મને રામબાણ લાગતી હતી. પણ સાડા ચાર વર્ષમાં બધી જ પોલ ઉઘાડી પડી ગઇ છે. પોતે ચા વેચતા હતા તેનુ ય કેટલુ માર્કેટિંગ…આડીઅવળી વાતો કરી માત્ર ભાષણ કરવાથી કઇ વળવાનુ નથી,પ્રજાલક્ષી કામો કરવા પડશે.

નહેરુ-ઇન્દિરા ગાંધીએ શું કર્યુ તે છોડો,તમે શું કર્યુ તે પ્રજાને કહો.માત્ર યોજનાઓનો ઢંઢેરો પિટવાથી શું..ઉજ્જવલા યોજનામાં ગરીબોને ગેસ-બાટલા તો આપી દીધાં,ધૂમાડાથી ગરીબ જનતા તો બચી ગઇ પણ ગેસના બાટલા પર ૪૦૦ વધારી દીધા એનુ શું…નોટબંધી કરી દેશને તબાહ કરી નાંખ્યો. ૯૯ ટકા નોટો બેંકમાં પરત આવી ગઇ તો કાળુ નાણું ક્યા ગયું..આટલુ ઓછુ હોય તેમ જીએસટી લાદી દીધો. મંદિરો-ગુરુદ્વારામાં મળતા પૂજા-પ્રસાદ ય મોંઘા થયા છે. કોઇ દાન આપનાર નથી. પેટ્રોલ-ડિઝલમાં જીએસટી કેમ નહીં.

મને એવી લાલચ આપવામાં આવે છેકે, એસ્પાન્સ થવાનુ છે તેમાં તમને મંત્રી બનાવશે પણ એમને હજુ કયાં ખબર છેકે,સરકારની સસ્પેન્ડ થવાની તૈયારી થઇ ચૂકી છે. મારી કોઇ તમન્ના નથી.ભાજપ કરતાં હું ભારતીય જનતાનો છુ.હું કોઇ બગાવત નથી કરતો પણ હું ભાજપને અરીસો દેખાડી રહ્યો છે. શત્રુઘ્નસિંહાએ ખામૌશ કહી શ્રોતાઓ ખુશ કરી દીધા હતાં.