Home » Breaking News » વડોદરામાં કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: ભાજપે ભગવો લહેરાવ્યો

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

વડોદરામાં કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: ભાજપે ભગવો લહેરાવ્યો

વાઘોડિયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ખાલી પડેલી 2 બેઠકોમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડી ભાજપનો ભવ્ય વિજય થતાં જીતેલા ઉમેદવારોએ વાઘોડિયા નાગરમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો.

વાઘોડિયા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે તા. ૭ના રોજ ચૂંટણી યોજાઇ હતી. જેમાં સરેરાશ ૬૨.૬૯ ટકા મતદાન નોંધાયેલું, જેની આજરોજ વાઘોડિયા તાલુકા મામલતદાર ઓફિસમાં મતગણતરી હાથ ધરાયેલી, જે ઇ.વી.એમ. મશીન દ્વારા થયેલા મતદાનમાં (કોંગ્રેસ)ના ઉમેદવાર ભાવેશ મંગળભાઇ પટેલ ૧૪૬૩ મત મળ્યા હતા જ્યારે તેના સૌથી નજીકના (ભાજપ) ના ઉમેદવાર શાંતિલાલ નારણભાઇ રબારીએ ૨૨૫૪ મત મેળવ્યા હતા.  જેથી ૭૯૧ મત વધુ મેળતાં તેઓને ( ભાજપ ) તરફે ચૂંટણી અધિકારીએ વિજય જાહેર કરેલાં છે.

તેજ પ્રમાણે કામરોલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સવિતાબેન નટુભાઇ મકવાણાએ ૧૮૬૪ મત મેળવેલાં જ્યારે તેમના હરિફ ( કોંગ્રેસ)ના ઉમેદવાર મંજુલાબેન ફૂલાભાઇ ચૌહાણને ૧૫૩૯ મત મેળવેલાં છે. જેથી ચૂંટણી અધિકારીએ (ભાજપ)ના ઉમેદવારે કોંગ્રેસ કરતાં ૩૨૫ મત વધું મેળવતાં સવિતાબેન નટુભાઇ મકવાણા (ભાજપ પક્ષ)ને વિજય જાહેર કરેલાં છે.

આમ વાઘોડિયા તાલુકા પંચાયતની ખાલી પડેલી ૨ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાતાં બંનેય ગામોમાં ભાજપ પક્ષનો વિજય થયો છે. વિજય થયેલાં ઉમેદવારોએ ટેકેદારો સાથે વિજય સરઘસ કાઢી ઉત્સવ મનાવ્યો હતો.