Home » Breaking News » અલ્પેશ ઠાકોર ભાજપમાં ન જોડાતા તેને બદનામ કરવાનો કરાયો પ્રયાસ: કૉંગ્રેસ

News timeline

Delhi
14 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

અલ્પેશ ઠાકોર ભાજપમાં ન જોડાતા તેને બદનામ કરવાનો કરાયો પ્રયાસ: કૉંગ્રેસ

ગાંધીનગર : છેલ્લાં ૨૨ વર્ષથી રાજ્યમાં શાસનની ધુરા સંભાળતી ભાજપ સરકારે રાજ્ય અને રાષ્ટ્રના યુવાનોની ઇચ્છાને અવગણીને મુઠ્ઠીભર માણસોના ખિસ્સા ભરવા માટે શાસનના દરવાજા સરકારી તિજોરીના દરવાજા ખુલ્લા મૂક્યા. આવી સરકારને ટકાવવા-બચાવવા માટે ચૂંટણી પહેલા, ચૂંટણી સમયે અને ચૂંટણી પછી ઠાકોર સેનાના પ્રમુખ તરીકે અલ્પેશ ઠાકોર સાથે રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે ભાજપના નેતાઓએ વારંવાર સંવાદ સ્થાપી ભાજપમાં જોડવા માટે નિષ્ફળ પ્રયાસ કર્યો.

કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ એવા અલ્પેશ ઠાકોરને આજ દિન સુધી ક્યાંક લાલચના દાણા ફેંક્યા, પછી એને ડરાવવામાં આવ્યા, પછી એને સત્તાના બળે ધમકાવવામાં આવ્યા, એમ છતાં જાતિ, ભાષા, ધર્મ અને પ્રાંતના સીમાડાઓને તોડનારી એક વિચારધારાના સિપાઈ તરીકે અલ્પેશ ઠાકોરે ગત અઠવાડિયે એ કોંગ્રેસમાં હતા, છે અને રહેવાના છે એવી જાહેરાત કરતા ભાજપના સત્તાલોલુપ લોકોને અલ્પેશ ઠાકોર નામની દ્રાક્ષ આજે ખાટી લાગવા માંડી છે

ત્યારે ઠાકોર સેનામાં ભાજપના મળતિયાઓ મારફત ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળીને ચૂંટાયેલા જનપ્રતિનિધિને તોડવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે, જેનાથી ગુજરાતની શાંતિ જોખમાઈ છે, ગુજરાતની આબરૂને કલંક લગાડવાનું કામ સત્તામાં બેઠેલા લોકોએ કર્યું છે ત્યારે આવતા દિવસોમાં સત્તાલોલુપ ભાજપના લોકોને ગુજરાતમાં વર્ગવિગ્રહ ફેલાવવાના ષડ્યંત્રની સજા દરેક ગુજરાતી એક થઈ, નેક થઈ આપશે તેવો મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે, તેમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.