Home » Gujarat » Ahmedabad » લોકો પણ નહીં ફરકતા ગુજરાતમાં ભાજપની એકતાયાત્રા ફ્લોપ

News timeline

Ahmedabad
49 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

લોકો પણ નહીં ફરકતા ગુજરાતમાં ભાજપની એકતાયાત્રા ફ્લોપ

અમદાવાદ: નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું વડા પ્રધાનના હસ્તે આગામી તા. 31મી ઑક્ટોબરના વડા પ્રધાનના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. બીજી બાજુ ભાજપ સરકાર દ્વારા ગામે ગામ એકતાયાત્રાનું આયોજન કરાયું છે. આ એકતાયાત્રામાં ભાજપના કાર્યકરો જ નહીં પણ લોકો પણ ફરકતા નહીં હોવાથી એકતા યાત્રાનો ફિયાસ્કો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચાલી રહેલી પાટીદારોના ઉમિયા રથયાત્રામાં પાટીદારો સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરો ઊમટી રહ્યા છે.

તેથી એવું કહી શકાય કે ભાજપ સરકારની એકતાયાત્રા સામે પાટીદારોની ઉમિયા રથયાત્રા સફળ રહી છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું અનાવરણ આગામી તા. 31મી ઑક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. જેના માટે સરકાર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના અનાવરણ પૂર્વે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા બે તબક્કામાં એકતા યાત્રા શરૂ કરવામાં આવી છે. આ એકતાયાત્રામાં મોટાભાગના ભાજપના સાંસદો, ધારાસભ્યો કોર્પોરેટરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ હાજર રહેતા નથી. ખાસ કરીને અમદાવાદમાં નીકળેલી એકતાયાત્રાને ખૂબ જ ઓછો પ્રતિસાદ મળ્યો હતો.