Home » Breaking News » મોરબીમાં સિંચાઈ યોજનાના કામોમાં કૌભાંડના મામલે ધારાસભ્યની ધરપકડ

News timeline

Ahmedabad
58 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

મોરબીમાં સિંચાઈ યોજનાના કામોમાં કૌભાંડના મામલે ધારાસભ્યની ધરપકડ

મોરબી: જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવાની કામગીરી અંતર્ગત ૩૩૪ જેટલા કામમાં થયા હતા. જેમાં પૂર્વ નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મંડળીઓને સાથે રાખી અંદાજે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાને રવિવારે સવારે પૂછપરછ માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા અને સમગ્ર કૌભાંડમાં તેની શું ભૂમિકા છે તે અંગે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા ડીવાયએસપી બંને જોશી દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી.

આ અંગે જિલ્લા કૉંગ્રેસમાં જાણ થતાં મોરબી, માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયા સહિતના કૉંગી કાર્યકરો એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. મોડી સાંજે પોલીસે પૂછપરછ બાદ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરી હતી. મુજબ મોરબી જિલ્લામાં નાની સિંચાઇ યોજનામાં કરોડોનું કૌભાંડમાં પ્રકાશમાં આવતા આ કૌભાંડમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય અને એક વકીલની સંડોવણી પણ ખુલી હતી. મોરબી એલસીબીએ હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને ભરત ગડેશીયાની મોડી રાત્રે અટકાયત કરી હતી. રવિવારે મોરબીના ડીવાયએસપીએ બંનેની પૂછપરછ હાથ ધરી હતી. જિલ્લામાં થયેલા ૩૩૪ કામોમાં ભ્રષ્ટાચાર મામલે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. વકીલ અને ધારાસભ્યની સંડોવણી બાદ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઊંડા કરવા મોરબી જિલ્લાના વિવિધ તાલુકામાં અંદાજિત ૨૦ કરોડથી વધુ રકમના કામો મંજૂર કર્યા હતા. સિંચાઇ યોજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ મથક માં ૪૬ કામોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૬૬.૯૧ લાખની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથક માં થઈ હતી. જિલ્લામાં થયેલ ૩૩૪ કામોમાં ભ્રષ્ટાચાર મામલે એ ડિવિઝન પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. વકીલ અને ધારાસભ્યની સંડોવણી બાદ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.