Home » Breaking News » હળવદના ધારાસભ્યની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોના ધરણા

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

હળવદના ધારાસભ્યની ધરપકડના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોના ધરણા

ખોટી રીતે ફસાવી દીધાનો આક્રોશ વ્યકત કરાયો

મોરબી : મોરબી જીલ્લાના સીંચાઈ કૌભાંડમાં એ ડિવીજન પોલીસે રવિવારે સાંજે હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની ધરપકડ કર્યાના મામલે આજે મોરબી જીલ્લા સહિત રાજ્યભરના કોંગી ધારાસભ્યોએ એ ડિવીજન પોલીસ સ્ટેશને પ્રતિક ધરણા કર્યા હતા. અને ભાજપ સરકારના ઈશારે રાજકીય કિન્નાખોરીમાં ધારાસભ્ય સાબરીયાની ધરપકડ કરવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

મોરબી જીલ્લાના સીંચાઈ કૌભાંડની તપાસ કરી રહેલી એ ડિવીજન પોલીસે રવિવારની સાંજે સીંચાઈ કૌભાંડ મુદે સરકારમાં તથા વિધાનસભામાં રજુઆત ન કરવા માટે કૌભાંડીયાઓ પાસેથી રૂ.૩પ લાખની ડીલ કર્યાના ગુનામાં હળવદ-ધ્રાંગધ્રા સીટના કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયા તથા તેમના મળતીયા વકીલ ભરત ગણેશીયાની ધરપકડ કરી હતી. આ ધરપકડના વિરોધમાં કોંગ્રેસે મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન પાસે ધરણા પ્રદર્શન કર્યુ હતુ.

જેમાં મોરબી જીલ્લાના ધારાસભ્યો બ્રિજેશ મેરજા, મહમદ જાવિદ પીરજાદા તથા રાજ્યભરના કોંગ્રેસના ધારાસભ્યોમાં વલ્લભ ધારાવીરા, રાજેશ ગોહિલ, લલીત વસોયા, રૂત્વીક મકવાણા, ચીરાગ કાલરીયા, નોશાદ સોલંકી તેમજ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા તથા કોંગ્રેસની વિવિધ પાંખના હોદેદારો અને કાર્યકરો ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર પ્રહારો કરી સીંચાઈ કૌભાંડ મામલે સાચા દોષિતોને પકડવાને બદલે રાજકીય કિન્નખોરી રાખી હળવદના ધારાસભ્ય નિર્દોષ હોવા છતા ખોટી રીતે ફસાવી દીધાનો આક્ષેપ કર્યો હતો.