Home » Gujarat » અમરેલીમાં કલહ: સાવરકુંડલા કૉંગ્રેસીઓના પ્રદેશ કાર્યાલયે જ ધરણાં

News timeline

Ahmedabad
2 hours ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
5 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
22 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
23 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

અમરેલીમાં કલહ: સાવરકુંડલા કૉંગ્રેસીઓના પ્રદેશ કાર્યાલયે જ ધરણાં

સાવરકુંડલાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દિપક માલાણી સહિતના કોંગ્રેસી કાર્યકરોએ શનિવારે પાલડી ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કર્યા હતા. કોંગી કાર્યકરોએ અમરેલી જિલ્લા કોંગ્રેસની કાર્યપદ્ધતિ સામે રોષે ભરાયેલા કાર્યકરોએ કોંગ્રેસનો જ વિરોધ કર્યો હતો. માત્ર એટલું જ નહીં, દિપક માલાણીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સાથે સેટિંગ કરી મારા સ્થાને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીને લાવવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમરે ખૂબ મહેનત કરી હોવાનો આરોપ મુક્યો હતો.

સાવરકુંડલા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દિપક માલાણીને હરાવવામાં કોંગ્રેસના જિલ્લાના નેતાઓએ ખેલ પાડ્યો હતો. તેથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીની જીત થઈ હતી.આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોમાં સ્થાનિક નેતાઓ સામે વિરોધ ઊભો થયો હતો.

આ વિરોધને પગલે દિપક માલાણીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગત મહિને યોજાયેલી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સાવરકુંડલાના ધારાસભ્ય દુધાત(પ્રતાપ), નેતા વિપક્ષ(પરેશ ધાનાણી) અને તેના નાના ભાઇ તથા લાઠીના ધારાસભ્ય(વિરજી ઠુમર) સહિતના જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આ યાર્ડમાં મારા સ્થાને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીને લાવવા માટે તન-મન-ધનથી કામ કર્યું. મારા જેવા કોંગ્રેસને વરેલા કાર્યકરને એપીએમસીની ચૂંટણીમાં મદદ કરવાને બદલે મને દૂર કરીને એપીએમસી ભાજપને હવાલે કરવા સેટિંગ અને મહેનત કરી છે તેનાથી હું ભાંગી પડ્યો છું અને અમરેલી જિલ્લામાં પાર્ટીમાં મહેનત, લાયકાત જેવી મેરિટ બાબતે કોઇ રક્ષણ નથી એવું અનુભવી રહ્યો છું.