Home » Gujarat » મહેસાણામાં કોંગ્રેસમાં કમઠાણ, પાલિકા બચાવવી કે સત્તા જતી કરવી

News timeline

Ahmedabad
29 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

મહેસાણામાં કોંગ્રેસમાં કમઠાણ, પાલિકા બચાવવી કે સત્તા જતી કરવી

નવા પાટીદાર નગરસેવકો ભાજપ સાથે મળે તેવી શક્યતા નથી

મહેસાણા- મહેસાણા નગરપાલિકામાં સત્તા પક્ષ કોંગ્રેસ માટે ખરેખરની કમઠાણ થઈ છે. માંડ સત્તા મળી છે, ત્યારે જો નવ બાગીઓ સામે પગલાં ભરે તો સત્તા ગુમાવવાનો વારો આવે જ્યારે સામાપક્ષે નવા પાટીદાર નગરસેવકો જો ભુલથી પણ ભાજપના સાથે જાય તો સમાજની નારાજગી સહન કરવી પડે તેમ છે.

આ બાબતે બન્ને પક્ષો એકબીજાથી ડરી રહ્યા છે. અવાર-નવાર કોંગી મોવડીઓનુ નાક દબાવી ભાજપનો સાથ લઈ ધાર્યું કરતા આ તમામ કોંગી નગરસેવકો ૩ વર્ષથી મનમાની ચલાવી રહ્યાના આક્ષેપ સાથે ગઈકાલે (ગુરુવાર) ૨૦ સીનીયર નગરસેવકો પ્રદેશ પ્રમુખને મળ્યા હતા ત્યારે હવે પ્રદેશના મોવડીઓ જો આ તમામ સામે પગલા ભરે તો નગરપાલિકા ખોવાનો ડર છે.

હાલ લોકસભાની ચુંટણી આવી રહી છે, ત્યારે મહેસાણા પાલિકા ખોવી પોસાય તેમ નથી. તો બીજી બાજુ આ બાગીઓમાં જેટલા પાટીદાર નવા નગરસેવકો છે તે બધા કોઈ કાળે ભાજપ સાથે જઈ શકે તેમ નથી.

જો બધા કોંગ્રેસનો સાથ છોડે તો મહેસાણામાં રહેવું પણ ભારે પડી જાય તેમ છે. કારણકે પાટીદાર સમાજ ભાજપ સાથે હવે જવા માંગતો નથી. જેથી બન્ને પાર્ટી વચ્ચેનો રસ્તો કાપે તેવું લાગી રહ્યું છે.