Home » Gujarat » સૌરાષ્ટ્રની લોકસભાની ચાર બેઠકો જીવતા ભાજપે વ્યૂહ ઘડયો

News timeline

Bollywood
4 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
4 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
4 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
7 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
7 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
7 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
9 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
9 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
10 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
10 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
10 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
11 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

સૌરાષ્ટ્રની લોકસભાની ચાર બેઠકો જીવતા ભાજપે વ્યૂહ ઘડયો

નવા વર્ષ નિમિત્તે 11થી 19 નવેમ્બરે સ્નેહ સંમેલનો યોજીને સંપર્ખો વધારાશે

આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ગુજરાતની તમામ ૨૬ બેઠકો જાળવી રાખવા માટેની કવાયત ભાજપે શરૂ કરી દીધી છે.

કોબા ખાતેના પ્રદેશ કાર્યાલય ખાતે નાના-મોટા નેતાઓની મીટીંગોનો ધમધમાટ કરાયા બાદ મોડી સાંજે ગાંધીનગરમાં સીએમ બંગલે સૌરાષ્ટ્રની ચાર બેઠકો માટે મીટીંગ બોલાવાઈ હતી.

જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ચારેય બેઠકો કઈ રીતે જીતી શકાય તેની ચર્ચા વિચારણા કરી બધાના અભિપ્રાયો લીધા હતા.

સૌરાષ્ટ્રની ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલીની લોકસભાની બેઠકો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યાં અમરેલી, સુરેન્દ્રનગરમાં બન્ને પક્ષ વચ્ચેની ફાઈટ રસપ્રદ બનવાની છે. જો કે બીજી બે બેઠકો પણ સરળતાથી જીતવુ કોઈ પક્ષ માટે શક્ય નથી. આથી આજની બેઠકમાં આ ચારેય જિલ્લાઓમાંથી હાજર રહેલા ભાજપ સંગઠનમાં  આગેવાનો પાસેથી મુખ્યમંત્રીએ હાલની છેલ્લી સ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.

ઉપરાંત જે બેઠક પર મતદારો ભાજપથી નારાજ છે તેવા વિસ્તારોમાં ફરીને, સરકારની જુદી જુદી લાભદાયી યોજનાઓ અંગે તેઓને જાગૃત કરવાનો તેમજ તેમના નાના-મોટા કામો કરી તેમની નારાજગી દૂર કરવાનું જણાવાયું હતું. જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે ત્યાં તેને સુધારવા શું કરવું જોઈએ. તેનો અભિપ્રાય પણ દરેક પાસેથી લેવાયો હતો.

આગામી દિવસોમાં હજુ મુખ્યમંત્રી દ્વારા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ તથા દક્ષિણ ગુજરાતની બેઠકો માટેની ચર્ચા-વિચારણા કરવા બેઠકો બોલાવાશે. લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાના ભાગરૂપે ૧૧થી ૧૯ નવેમ્બર દરમિયાન દિવાળીના સ્નેહ સંમેલનો યોજાશે. રાજ્યભરનાં બુથ લેવલ સુધી ભાજપના કાર્યકરો-અગ્રણીઓ લોકો સાથેના સંપર્કો વધારી દેશે.