Home » India » Bangalore » રાજપક્ષેએ તમિલ કાર્ડ ખેલ્યું: અમારી સરકાર બનશે તો તમિલ કેદીઓ મુક્ત કરીશું

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

રાજપક્ષેએ તમિલ કાર્ડ ખેલ્યું: અમારી સરકાર બનશે તો તમિલ કેદીઓ મુક્ત કરીશું

કોલંબો  : શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેએ સંકેત આપ્યો છે કે,અમારી સરકાર બનશે તો શ્રીલંકાની જેલોમાં કેદ તમિલ કેદીઓ મુક્ત થઈ શકે છે. સૌથી પહેલાં આ નિવેદન તેમના પુત્ર નમલ રાજપક્ષએ કર્યું હતું. શ્રીલંકામાં તમિલો લઘુમતીમાં છે. રાજકીય નિષ્ણાતોના મતે, રાજપક્ષે સરકારે તમિલ સમાજની સાથે ભારતની સહાનુભૂતિ મેળવવા માટે આ પત્તું ખેલ્યું છે.

શ્રીલંકાના પ્રમુખ મૈથરિપાલા સિરિસેનાએ ૨૬મી ઓક્ટોબરે રાનિલ વિક્રમાસિંઘેની વડાપ્રધાનપદેથી હકાલપટ્ટી કરી દીધી હતી. ત્યાર પછી યુનાઈટેડ નેશનલ પાર્ટીએ દાવો કર્યો હતો કે, શ્રીલંકન પ્રમુખનો નિર્ણય ગેરબંધારણીય અને ગેરકાયદે છે. આ દરમિયાન વિક્રમાસિંઘેએ કહ્યું હતું કે, હજુ પણ શ્રીલંકાનો વડાપ્રધાન હું જ છું, જેના કારણે શ્રીલંકામાં રાજકીય કટોકટી સર્જાઈ હતી.

ધ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (એલટીટીઈ)એ ત્રણ દાયકા સુધી શ્રીલંકામાં સશસ્ત્ર બળવો કરીને તમિલો માટે અલગ દેશની માગ કરી હતી. શ્રીલંકન સેનાએ ૨૦૦૯માં એલટીટીઈના વડા પ્રભાકરનનો ખાત્મો કર્યો ત્યારે આ યુદ્ધનો અંત આવ્યો હતો. એ વખતે શ્રીલંકાના પ્રમુખપદે રાજપક્ષે હતા, જેમણે વારંવાર કહ્યું હતું કે, અમારી લડાઈ તમિલો સામે નહીં પણ એલટીટીઈ સામે છે.

હવે રાજપક્ષેના પુત્ર અને તેમના નેતાઓએ તમિલ નેશનલ એલયાન્સ નામના તમિલોના પક્ષને વિશ્વાસમાં લેવા આ પ્રકારના નિવેદનો કર્યા હોઈ શકે છે. શ્રીલંકામાં સર્જાયેલી રાજકીય કટોકટી વચ્ચે ૨૨૫ સભ્ય ધરાવતી સંસદમાં રાજપક્ષેને ૧૦૦ અને વિક્રમાસિંઘેને ૧૦૩ સાંસદનો ટેકો છે. આ સિવાયના બાકીના ૨૨ સાંસદ તમિલ નેશનલ એલાયન્સના છે.

નોંધનીય છે કે, હાલમાં જ રાજપક્ષેના પક્ષ પર સામા જૂથના સાંસદોની ખરીદફરોત કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસની તપાસ પણ સોંપવામાં આવી છે.