Home » Gujarat » જસદણ: ભાજપા પ્રમુખ સહિત 16 સભ્યોએ કોંગ્રેસમાં કરી એન્ટ્રી

News timeline

Ahmedabad
29 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

જસદણ: ભાજપા પ્રમુખ સહિત 16 સભ્યોએ કોંગ્રેસમાં કરી એન્ટ્રી

કોંગ્રેસ બાદ ભાજપમાં પણ ભંગાણ સર્જાયું છે. આજે એટલે કે, રવિવારે કોંગ્રેસે જસદણમાં પેટા ચૂંટણી પહેલા ખેડૂત સંમેલનના નામે શક્તિ પ્રદર્શન કર્યુ. આ સંમેલનમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન વીંછીયા તાલુકા ભાજપાના પ્રમુખ -ઉપપ્રમુખ સહિત 16 લોકો કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભંગાણ સર્જાયું છે.

કોંગ્રેસ દ્વારા જસદણના જુના માર્કેટ યાર્ડ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. કોંગ્રેસે જસદણની પેટા ચૂંટણીના ઉમેદવારની પસંદગીની જવાબદારી ત્રણ ધારાસભ્યો પૂંજા વંશ, સોમા પટેલ અને વિરજી ઠુમ્મરને સોંપી છે.

આ સમય દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠૂમ્મરે રાજકીય નેતાનું નામ લીધા વગર હરેન પડ્યાની હત્યા અંગે કહ્યું હતુ કે, હરેન પંડ્યાનો હત્યારો આ સફેદ દાઢીવાળો છે, જેનો જાહેરામાં પડકાર ફેંકું છું. તાજેતરમાં કોંગ્રેસમાં થયેલા ભંગાણ બાદ આજે ખેડૂત સંમેલનમાં ભાજપના વીછીંયા તાલુકા ભાજપા પ્રમુખ નાથાભાઈ વાછાણી, ઉપપ્રમુખ અરવિંદ ભાઈ ઝાંપડીયા, વીંછીયા યુવા ભાજપા ઉપપ્રમુખ ભરત ભાઈ ગોહિલ, જસદણ શહેર ભાજપના પ્રમુખ ગજેન્દ્ર ભાઈ રામાણી સહિત 16 જેટલા લોકો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.