Home » Gujarat » Gandhinagar » ગાંધીનગરના મેયરની ચૂંટણીમાં છૂટા હાથની મારામારી, ખુરશીઓ ઉછળી

News timeline

Ahmedabad
41 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

ગાંધીનગરના મેયરની ચૂંટણીમાં છૂટા હાથની મારામારી, ખુરશીઓ ઉછળી

ગાંધીનગર – ગાંધીનગર કોર્પોરેશનમાં મેયર-ડે. મેયર તથા સ્થાયી સમિતીના સભ્યોની ચુંટણી માટેની સામાન્ય સભા ભારે તોફાની બની હતી. ચુંટણીમાં ભાજપના રીટાબેન કેતનભાઈ પટેલ તથા ડે. મેયર તરીકે નાઝા ઘાંઘરને ૧૬ અને કોંગ્રેસના મેયરના ઉમેદવાર પિન્કીબેન પટેલ અને ડે. મેયર પદના ઉમેદવાર જીતુ રાયકાને ૧૪ મત મળ્યા હતા. પક્ષાંતરના કેસને લઈને મેયર પ્રવિણ પટેલના મત સીલબંધ કવરમાં રાખવામાં આવ્યા છે. હાઈકોર્ટના આદેશનુસાર ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં નહોતું આવ્યું, આ બાબતે ઈનચાર્જ કમિશનર એસ.કે.લાંગાના જણાવ્યાનુસાર ચુંટણીનું પ્રોસિડીંગ અને મેયરનું મતવાળું સીલ કવર બંને હાઈકોર્ટમાં ૨૨ ઓક્ટોબરના રોજ રજુ કરવામાં આવશે. ત્યાંસુધી વર્તમાન ત્રણેય પદાધિકારીની મુદત ચાલુ ગણાશે.

મેયર પદ કબ્જે કરવા માટે પુર્વ ધારાસભ્ય અશોક પટેલે કુટનિતી રચી હોવાનું સામે આવ્યું છે. તેમના કૌટુંબિક ભાઈ કેતન પટેલેના સગ્ગાભાઈ ગિરીશ પટેલે કોંગ્રેસના અંકિત બારોટનું અપહરણ કર્યું હોવાના આક્ષેપોથી કોંગ્રેસે વાતાવરણ ગરજાવી દીધું હતું. પોતાના સભ્યને હાજર કરવા માટે કોંગ્રેસે ભારે આક્રમકતા બતાવી હતી. પોતાની નાક નીચેથી ગાંધીનગરમાં જ ઘર આંગણેથી પોતાના સભ્યને અગવા કરી લેવાના મુદ્દે કોંગ્રેસ સમસમી ગઈ છે. જે આક્રોશ આજે સભામાં દેખાતો હતો. કોંગેસના સભ્યોએ દોઢ ક્લાક સુધી સભાને શરૂ થવા દીધી નહતી. ગઈ વખતે પ્રવિણ પટેલે પક્ષપલટો કર્યો અને કોંગ્રેસને કફોડી હાલતમાં મુકાવું પડયું. આ વખતે અંકિત બારોટને ભાજપે ગાયબ કરી દીધો. ચુંટણી દરમિયાન કોઈ સીધા મેયર સુધી ધસી ન આવે તે માટે આગળ તાજેતરમાં જ નવી રેલીંગ લગાવવામાં આવી હતી. પરંતુ તે તમામ તૈયારીઓ નકામી પુરવાર થઈ હતી. કોંગ્રેસના સભ્યોએ મેયરનો ઘેરો નાંખ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ પિત્તો ગુમાવી દેતાં તોડફોડ કરી હતી. ખુરશીઓ ઉછાળી હતી અને માઈક તોડી નાંખ્યા હતા.