Home » Gujarat » Gandhinagar » ભાજપના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જવા રાજી નથી

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
2 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
4 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

ભાજપના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જવા રાજી નથી

બોર્ડ-નિગમો કે સંગઠનમાં સ્થાન નહીં મળતાં નારાજગી

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણા એ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. હાલમાં ઉમેદવારો નક્કીક રવાનું તેમજ પ્રચારનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ગુજરાતનાં ભાજપ-સરકારનાં કેટલાક મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ-હોદ્દેદારો તથા સીનિયર આગેવાનોને જે-તે રાજ્યોમાં જવાનું ફરમાન કરાયુ છે. પરંતુ આમાંથી ઘણા નેતાઓ અન્ય રાજ્યોની ચૂંટણી પ્રચાર કરવા કે અન્ય કોઇ મદદ માટે ત્યાં જવા રાજી નથી.

સામાન્ય રીતે કોઇપણ રાજ્યોની ચૂંટણી યોજાય ત્યારે અન્ય રાજ્યોમાંથી વિવિધ પક્ષના જુદા જુદા નેતાઓ પ્રચાર માટે આવતા હોય છે. દેશના પાંચ રાજ્યોમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં મદદ કરવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસનાં નેતાઓ ફટોફટ રવાના થઇ રહ્યા છે.

સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ, ભાજપના અગ્રણીઓ-નેતાઓ અન્ય રાજ્યોમાં જવા માટે રાજી નથી. કેટલાકે તો હાઇકમાન્ડ સમક્ષ સામાજીક જવાબદારી કે બીમારીનાં બહાના આગળ ધરીને અન્ય રાજ્યોમાં જઇ શકશે નહીં તેવું સ્પષ્ટ કહી દીધું છે. અન્ય રાજ્યોમાં નહી જવા પાછળના કારણોમાં મુખ્ય કારણ અસંતોષ છે.

ભાજપમાં ઘણા વર્ષોથી સેવા આપતા સિનિયર કાર્યકરો-આગેવાનોની અવગણના થઇ રહી છે. તેઓને સરકાર કે સંગઠનમાં કે અન્ય કયાંય હોદ્દા અપાયા નથી. ઉપરાંત સરકારમાં તેઓના નાના-મોટા કામો પણ થતા નથી.