Home » Gujarat » Ahmedabad » કોંગ્રેસના નેતાઓની લડાઈમાં આખરે સાત મહિના મોડું પ્રદેશ માળખું જાહેર

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

કોંગ્રેસના નેતાઓની લડાઈમાં આખરે સાત મહિના મોડું પ્રદેશ માળખું જાહેર

અમદાવાદ – ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આંતરિક લડાઈના કારણે આખરે કોંગ્રેસનું પ્રદેશ માળખું સાત મહિના મોડું જાહેર થયું છે. સોમવારે સાંજે કોંગ્રેસ હાઈકમાન્ડે રિંગણા લઉં બે ચાર, અરે લ્યોને દસ-બારની નીતિ અપનાવીને ૪૦૨ આગેવાનોના પ્રદેશના જમ્બો માળખાની જાહેરાત કરી છે, લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને જાહેર કરાયેલા માળખા પછીયે પાર્ટીમાં ભારોભાર અસંતોષનો સૂર ઊઠયો છે. ચૂંટણી હારી જતાં જૂના પ્રદેશ નેતાઓ-છાપેલા કાટલાંને પણ સંગઠનમાં સામેલ કરી દેવાયા છે, જેના કારણે નવા યુવા કાર્યકરોની કમી દેખાઈ રહી છે.

કોંગ્રેસનું જે માળખું જાહેર થયું છે તેમાં ૨૨ વાઈસ પ્રેસિડેન્ટ, એક ટ્રેઝરર, ૪૩ જનરલ સેક્રેટરી, ૧૬૯ સેક્રેટરી, ૧૧ પ્રવકતા, ૦૬ પ્રોટોકોલ સચિવ, ૦૭ જોઈન્ટ સેક્રેટરી, ૪૮ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, ૪૧ પરમેનન્ટ ઈનવાઈટી અને ૫૪ વિશેષ ઈન્વાઈટી સામેલ કરાયા છે. ગત વખતના ૩૦૦ના માળખાંમાં વધુ ૧૦૨ આગેવાનો સામેલ કરાયા છે. જે ૨૨ વાઈસ પ્રેસિડેન્ટ જાહેર કર્યા છે તેમાં જૂના ચહેરા, ચૂંટણી હારેલા આગેવાનો જેવા કે સોમા પટેલ, જગદીશ ઠાકોર, ડો. જીતુ પટેલ વગેરે સામેલ છે.

આ પોસ્ટમાં યુવાઓની ધરાર બાદબાદી કરાઈ છે. ડો. હિમાંશુ પટેલ અને નિશિત વ્યાસને હવે પ્રવકતાને બદલે જનરલ સેક્રેટરીની જવાબદારી અપાઈ છે તો મુખ્ય પ્રવકતા તરીકે ડો.મનીશ દોશીને જાહેર કર્યા છે. આ સાથે જ ગત વિધાનસભા ચૂંટણીમાં હારી ગયેલા આગેવાનોને પણ જનરલ સેક્રેટરી બનાવ્યા છે. મીડિયા ટીમમાં નવા ચહેરા તરીકે નીમેશ દેસાઈ, આશાબહેન પટેલ સામેલ છે. પરમેનન્ટ ઈનવાઈટીમાં સાંસદ એહમદ પટેલ તેમજ જૂના ચહેરાઓ છે. મોટા ભાગના ધારાસભ્યોને પણ સંગઠનમાં લેવાયા છે. શહેર પ્રમુખની રેસમાં જે હતા તે જ્યોર્જ ડાયસને સેક્રેટરીનું પદ અપાયું છે. બીજી બાજુ યાદીમાં કેટલાક નામોને લઈ એવો સૂર ઊઠયો છે કે, ચૂંટણીમાં પક્ષ પર દબાણ ઊભું કરનારા બાગીઓને સામેલ કરાયા છે. કેટલાક તો માથાભારે, ભૂમાફિયા અને તોડબાજ છે.