Home » Breaking News » જસદણની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારની 28મીએ જાહેરાત

News timeline

Gandhinagar
37 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
46 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

જસદણની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારની 28મીએ જાહેરાત

– 20મી ડિસેમ્બરે ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

કોંગ્રેસની આ પરંપરાગત બેઠકમાં ગાબડું પાડવા ભજપના મોટા નેતાઓ મેદાનમાં

રાજકોટ નજીક આવેલા જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવારની ૨૮મી નવેમ્બરે જાહેરાત થશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી અને ભાજપ માટે આબરૃનો સવાલ બની ગયેલી આ બેઠક જીતવા માટે ભાજપે બે મંત્રીઓ, સાંસદો અને સૌરાષ્ટ્રનાં ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પણ પોતાની આ પરંપરાગત બેઠક જાળવી રાખવા માગે છે. જેથી કોંગ્રેસનાં ટોચના નેતાઓએ પણ અલગથી વ્યૂહ ઘડયો છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે ૨૦મી ડીસેમ્બરે મતદાન અને ૨૩મીએ મત ગણતરી કરાશે એ મુજબનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધા બાદ રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. બન્ને પક્ષોએ મીટીંગોનો ધમધમાટ શરૃ કર્યો છે.

જસદણની બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ બની રહી છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને કેબીનેટ મંત્રી બની ગયેલા કુંવરજી બાવળીયાની કારકિર્દી પણ ચૂંટણીના પરિણામથી નક્કી થઇ જશે. જો હારશે તો મંત્રીપદેથી  રાજીનામું આપી દેવું પડશે.

આ બેઠક કોઈપણ ભોગે જીતવા માટે મુખ્યમંત્રીએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. રાજકોટ ભાજપનાં નેતાઓને રોજેરોજ જસદણ મોકલી રહ્યા છે. તેમજ સીધુ જ મોનિટરીંગ કરી રહ્યા છે.

જો બેઠક હારે તો મુખ્યમંત્રીને પણ મોટો ફટકો પડશે. જસદણ વિધાનસભાની બેઠક પર કોળી મતદારોનુ પ્રભુત્વ છે. આથી કોંગ્રેસ પોતાનો કોળી ઉમેદવાર જ મેદાનમાં ઉતારશે એ નિશ્ચિત છે. બીજી બાજુ ભાજપ-કોંગ્રેસે એકબીજાના કાર્યકરો આગેવાનોને તોડવાનું શરૃ કરી દીધું છે. આગામી દિવસોમાં હજુ બીજુ ઘણુ જોવા મળશે.