Home » Gujarat » Gandhinagar » ભાજપ કાવતરાખોર છે, હું પ્રજાની પડખે રહીશ : શંકરસિંહ

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

ભાજપ કાવતરાખોર છે, હું પ્રજાની પડખે રહીશ : શંકરસિંહ

ગાંધીનગર- જાહેર જીવનમાં, રાજકિય પક્ષમાં મહત્વકાંક્ષા હોય તે સ્વાભાવિક છે. પરંતુ સત્તામાં આવ્યા પછીની સત્તા લાલસા, બધું હડપ કરી લેવાની વૃતિ અને તેના ઘરમાંય કાવતરાં કરવા, ધમપછાડા કરવા એ ભાજપની સંકુચિત માનસિકતા છે. ગમે તે હદે જવાની ગેલછા બતાવે છે કે ભાજપ કાવતરાખોર પાર્ટી છે. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ઝઝુમી પ્રજાની પડખે રહીશ. તેમ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ.

વાઘેલાના સમર્થકોએ સમર્પણ કોલેજના ગ્રાઉન્ડમાં રવિવારે સ્નેહ સંમેલનનું આયોજન કર્યુ હતુ. ગુજરાતના તમામ વર્ગો, સમાજોમાંથી આવેલા સમર્થકોને સંબોધતા બાપુએ પોતે ત્રિભેટે ઉભા છે પરંતુ, ભાજપનો રસ્તો બંધ છે અને પ્રજા જ્યાં કહેશે ત્યાં જઈશ એમ જણાવ્યુ હતુ.

સાંપ્રત રાજનીતિમાં હ્યુમન ટચ નેતૃત્વના અભાવ હોવાનું કહેતા તેમણે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. ”સમૃધ્ધ ગુજરાત આજે રૂ.૨.૫૦ લાખ કરોડના દેવા હેઠળ છે. સૌરાષ્ટ્રમાં મહિનમાં જ ૧૨ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે. દુધના ભાવ ઘટયા છે. જો ભાજપ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહાત્મા મંદિર પાછળ રૂ.૧૦,૦૦૦ કરોડ વાપરી શકતી હોય તો ખેડૂતો, પશુપાલકોને સબસિડી આપવામાં પેટમાં શું ચુંકે છે ?” શંકરસિંહે કહ્યુ કે, પાટીદારના દિકરાને કોઈ મકાન આપવા તૈયાર નથી. ઉપવાસ કરવા, રેલી કાઢાવા સરકાર મંજૂરી ન મળે. આ ગુજરાત છે. વિરોધ પણ સાંભળી ન શકતો નથી ? આ કેવા પ્રકારનો આતંકવાદ છે ?