Home » Gujarat » ડૉ. વર્ગિસ કુરિયન ધર્મ પરિવર્તન કરાવતા હતા: દિલીપ સંઘાણી

News timeline

Cricket
40 mins ago

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદીઓ

Gandhinagar
3 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
3 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
4 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
5 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
6 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
7 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
7 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
8 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
8 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

ડૉ. વર્ગિસ કુરિયન ધર્મ પરિવર્તન કરાવતા હતા: દિલીપ સંઘાણી

અમરેલી : ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ હવે દેશમાં ‘શ્ર્વેત ક્રાંતિના પ્રણેતા’ એવા ડૉ. વર્ગિસ કુરિયનને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. બે દિવસ પછી ડૉ. વર્ગિસ કુરિયનનો જન્મ દિવસ છે. આ દિવસની ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

કુરિયનના જન્મદિવસની ઉજવણી પહેલા ગુજરાતમાં ઠેર ઠેર બાઇક રેલી કાઢવામાં આવી રહી છે. તેમજ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત અમરેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંઘાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે ડૉ. કુરિયન ધર્મ પરિવર્તન માટે ખ્રિસ્તી મિશનરીઓને અમૂલમાંથી ફંડ આપતા હતા એટલું જ નહિ દેશ પર પ્રભુત્વ ધરાવતા અંગ્રેજી અખબારોને કારણે કુરિયન હીરો બન્યા હતા.

આગામી તા. 26 નવેમ્બરના રોજ ડૉ. કુરિયનની જન્મજયંતીના દિને આવી રહેલા નેશનલ મિલ્ક ડેને લઈ મિલ્ક ફેડેરેશન દ્વારા એક બાઈક રેલી યોજવામાં આવી હતી. જૂનાગઢથી નીકળેલી આ બાઈક રેલી અમરેલીમાં અમર ડેરી ખાતે આવી પહોંચી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિ પ્રધાન અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ શ્ર્વેત ક્રાંતિના પ્રણેતા અને અમૂલના સ્થાપક ડૉ. કુરિયન પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ડૉ. કુરિયન ધર્મ પરિવર્તન માટે ખ્રિસ્તી મિશનરીઓને અમૂલમાંથી ફંડ આપતા હતા.માત્ર એટલું જ નહિ, અંગ્રેજી મીડિયાએ કુરિયનને હીરો બનાવી દીધા હતા. ભાજપના સિનિયર નેતા દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે, અમૂલના સ્થાપક સરદાર પટેલ અને ત્રિભોવન પટેલ ભુલાય ગયા છે. સંઘાણીની ડૉ. કુરિયન સામેની ટિપ્પણીથી રાજકીય માહોલ ગરમાયો છે.