Home » Gujarat » કુંવરજી બાવળિયા માટે જસદણની બેઠક જીતવી આસાન નથી

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

કુંવરજી બાવળિયા માટે જસદણની બેઠક જીતવી આસાન નથી

ભાજપના અસંતુષ્ટો જ બાવળિયાને હરાવવા ઇચ્છુક

જસદણ પેટાચૂંટણી કોંગ્રેસ-ભાજપ માટે રાજકીય પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતાં જાય છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાતાં જાય છે. અત્યારે એવી પરિસ્થિતી છેકે, કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા માટે પેટાચૂંટણી જીતવી આસાન રહી નથી.

જસદણ મત વિસ્તાર કોંગ્રેસનો ગઢ મનાય છે.બાવળિયાએ પક્ષપલટો કરી કેસરિયો ખેસ પહેરી મંત્રીપદુ મેળવ્યુ છે જે મતદારોને ખુંચ્યુ છે. બીજી બાજુ,મંત્રી બનવા જ નહીં,મંત્રી બની સારુ ખાતુ મેળવવા ભાજપના ધારાસભ્યો લાઇનમાં છે તેમ છતાંય ભાજપની નેતાગીરીએ પક્ષપલટુ કુંવરજી બાવળિયાને કેબિનેટ પ્રધાન બનાવી દીધા હતા.જે ઘણાં ભાજપના ધારાસભ્યોને ગમ્યુ નથી. આ અસંતુષ્ટો જ બાવળિયા હારે તેમ ઇચ્છે છે જેથી ભાજપના નેતાઓ ય મૂંઝાયા છે. કોળી નેતા ભોળાભાઇ ગોહિલ ભાજપ છોડી કોંગ્રેસમાં પરત ફર્યાં છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોળી નેતા લાલજી મેેરે પણ ભાજપને અલવિદા કહી છે. આ જોતાં કોળી મતદારોને પ્રભાવિત કરવા ભાજપ માટે મુશ્કેલ બન્યુ છે. એનસીપીએ પણ કોંગ્રેસને નુકશાન ન થાય તે માટે ઉમેદવાર નહી ઉભો રાખવા નિર્ણય કર્યો છે જે ભાજપ માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસને ખુલ્લુ સમર્થન આપી ભાજપને હરાવવા જસદણ બેઠકમાં પ્રચાર જ નહીં,જાહેરસભા સંબોધવા સુધી પ્લાનિંગ કર્યુ છે. આ પરિબળ પણ કુંવરજી બાવળિયાને નુકશાન પહોંચાડી શકે છે.