Home » Breaking News » જસદણની પેટા ચૂંટણી ઉપર પાટીદાર ઉમેદવારને ચૂંટણી લડાવવા કોંગ્રેસની વિચારણા

News timeline

Gandhinagar
37 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
46 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

જસદણની પેટા ચૂંટણી ઉપર પાટીદાર ઉમેદવારને ચૂંટણી લડાવવા કોંગ્રેસની વિચારણા

જસદણની બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કુવરજી બાવળીયા ભાજપમાં ગયા હતા. તેઓ હાલમાં કેબિનેટ મંત્રી છે. જો આ બેઠક ઉપર ભાજપ હારી જાય તો  મુખ્યમંત્રી અને ભાજપની આબરુનું જવું પણ નિશ્ચિત છે. બીજી બાજુ આ બેઠક જાળવી રાખવા માટે કોંગ્રેસે નવો વ્યૂહ અપનાવ્યો છે. વાસ્તવમાં બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. અહીંયા કોળી મતદારોની સંખ્યા વધારે છે જ્યારે ત્યાર પછી પાટીદારોની સંખ્યા વધુ છે.

ઉમેદવાર નક્કી કરવા માટે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાટમે સંભવિત ઉમેદવારો તેમજ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કોઈ પાટીદારને ઉમેદવાર તરીકે ઉભો રાખવાની પણ ચર્ચા થઈ હતી. હાલમાં જે નામ ચર્ચામાં છે તેમાં વિનુભાઈ ધડક, ગજેન્દ્ર રામાણી અને ધીરજ નો સમાવેશ થાય છે. ત્યારે કોળી સમાજના જે ઉમેદવારોના નામોની ચર્ચા થઈ રહી છે તેમાં નાથાભાઈ વાઘાણી અને ડોક્ટર મનસુખ ઝાપડિયા નો સમાવેશ થાય છે. આજે ફરી પ્રભારી અન્ય ઉમેદવારો તથા આવા આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરશે. કોંગ્રેસ પોતાના ઉમેદવાર ની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરશે.