Home » Gujarat » જસદણ બેઠકના ઉમેદવારની પસંદગી મુદ્દે કોંગ્રેસમાં મામલો ગૂંચવાયો

News timeline

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

જસદણ બેઠકના ઉમેદવારની પસંદગી મુદ્દે કોંગ્રેસમાં મામલો ગૂંચવાયો

કોંગ્રેસના લીંબડીના ધારાસભ્યો સોમાભાઈ ગાડા ભાઈ ને છેલ્લી ઘડીએ મેદાનમાં ઉતારાશે

રાજકોટ- ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી સૌરાષ્ટ્રના જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદગી કરવા માટે કોંગ્રેસમાં મામલો ગૂંચવાયો છે. અગાઉ જે ચારથી પાંચ નામોની પેનલ મોકલાઈ હતી તે ઉપરાંત હવે છેલ્લી ઘડીએ કોંગ્રેસે નવા નામ પર વિચારણા શરૂ કરી છે. જેમાં લીમડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈને જસદણ બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ગંભીર વિચારણા થઈ રહી છે. અગાઉ કોંગ્રેસે સ્થાનિક નેતા અવચર નાકિયા નું નામ ફાઇલ કર્યું હતું પરંતુ કોંગ્રેસના સ્થાનિક નેતાઓની આંતરિક જૂથબંધીના કારણે એક પણ નામ પર સહમતી સાધી શકાઈ નહોતી.

આ બેઠક ઘણા વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. જસદણની બેઠક ભાજપ હારી જાય તો કોંગ્રેસનું મનોબળ ખૂબ જ ઊંચું આવી શકે તેમ છે. તેમજ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપની આબરુનું મોટું ધોવાણ થઇ શકે તેમ છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે જસદણ બેઠક પરથી કોઈ મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારને જ ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાની ટેલિફોનિક સૂચના આપી દેવાઇ છે.

બીજી બાજુ આજે સવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજકોટ જિલ્લાના અર્જુન ખાતરિયા ને બોલાવ્યા છે. તેઓ પાસેથી જસદણના મતદારો અને હાલની રાજકીય પરિસ્થિતિ શું છે તેનો ચિતાર મેળવાશે. ત્યારબાદ શનિવારે મોડીરાત્રે કોંગ્રેસ દ્વારા ચૂંટણીના ઉમેદવારનું નામ સત્તાવાર રીતે જાહેર કરાશે.