Home » Breaking News » લોકસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજ ભાજપને જાકારો આપશે

News timeline

Gandhinagar
46 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
55 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

લોકસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજ ભાજપને જાકારો આપશે

ગાંધીનગર- લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સામાજીક રાજકારણ ગરમાઇ રહ્યું છે. ગાંધીનગર પ્રજાપતિ સમાજના અગ્રણી દ્વારા ભાજપ અને તેના નેતાઓને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે અને ચૂંટણીમાં ભાજપ વિરોધી કામગીરી કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

આ અંગે રોષ ઠાલવતાં પ્રજાપતિ સમાજના આગેવાન ભીમજીભાઇ ડી. પ્રજાપતિએ જણાવ્યંુ હતું કે, સમાજે ૨૦૧૨ અને ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને ખોબલેને ખોબલે વોટ આપ્યા હતાં પણ ભાજપે સમાજના પગ ઉપર કુહાડી મારી છે. જેને કારણે આગામી લોકસભાની ચૂંટણીમાં સમાજ જાકારો આપશે અને ભાજપને લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે.

આના માટે અમે ગલી અને શેરીઓ સુધી પહોંચીશું અને ભાજપ વિરોધી કામ કરીને દેશની જનતાને જગાડીશું. તેમને ભાજપ અને તેના નેતાઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, ‘ભાજપને કોઇપણ ભોગે હરાવીને જ રહીશું અને સમાજ સાથે થયેલા અન્યાયનો જડબાતોડ જવાબ આપીશું. ચૂંટણી પૂર્વે કામગીરી શરૃ કરી દઇશું.’