Home » India » Delhi » ઉપેન્દ્ર કુશવાહાએ મોદી સરકારના મંત્રી પદેથી આપ્યું રાજીનામું

News timeline

India
2 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
25 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
30 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

ઉપેન્દ્ર કુશવાહાએ મોદી સરકારના મંત્રી પદેથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી :   રાષ્ટ્રિય લોક સમતા પાર્ટી (RLSP)ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહએ આખરે મોદી સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કુશવાહા એનડીએમાં બેઠકોની ફાળવણીને લઈને ખાસ્સા નારાજ ચાલી રહ્યાં હતાં. એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ કુશવાહા વિરોધ પક્ષના મહાગઠબંધમાં શામેલ થઈ શકે છે.

કુશવાહા બિહારમાં બેઠકોની ફાળવણીને લઈને ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યાં હતાં. તેઓ રાજ્યમાં વધારે બેઠકોની માંગણી કરી રહ્યાં હતાં પરંતુ ભાજપ તેમની માંગણીઓ સ્વિકારતુ નહોતું.

એનડીએ સાથેથી છેડો ફાડયા બાદ કુશવાહા પોતાની આગામી રણનીતિનો ખુલાસો કરી શકે છે. સાથે જ તેઓ પોતાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)નું શરદ યાદવની પાર્ટી લોકતાંત્રિક જનતા દળમાં વિલય પણ કરી શકે છે.

બિહારની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. RLSPના અધ્યક્ષ કે જે છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યાં હતાં તેમણે આજે કેન્દ્રની મોદી સરકારમાંથી રાજીનામું ધરી દીધું છે. કુશવાહા મોદી સરકારમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતાં. એવી અટકળો છે કે તે મહાગઠબંધનમાં જઈ શકે છે. એવા પણ અહેવાલ છે કે કુશવાહાની પાર્ટીના એનક નેતાઓ જદયૂના સંપર્કમાં છે. તેનો પણ આજે પટનામાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

બિહારનીએ જાતિગત ગણિત

બિહારમાં યાદવોને આરજેડીની અકબંધ વોટબેંક માનવામાં આવે છે. રાજ્યમાં યાદવોની સંખ્યા 15 ટકાની આસપાસ છે. જ્યારે આરજેડીને મુસલમાનોનું પણ ભરપુર સમર્થન મળે છે. બિહારમાં મુસલમાનોની વસ્તી પણ 15 ટકાથી વધારે છે. કુશવાહા કોઈરી સમાજમાંથી આવે છે અને બિહારમાં કોઈરી સમાજની વસ્તી 3 ટકા છે. કુશવાહા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના વિરોધી પણ માનવામાં આવે છે.