Home » Breaking News » જસદણ પેટાચૂંટણી: કૉંગ્રેસ-ભાજપે જીતનો દાવો કર્યો

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
6 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

જસદણ પેટાચૂંટણી: કૉંગ્રેસ-ભાજપે જીતનો દાવો કર્યો

જસદણની પેટા ચૂંટણીના આવતીકાલે પરિણામો જાહેર થશે. તે અગાઉ મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ અને કોંગ્રેસે પોતાની જીતના દાવા કર્યા છે. કોંગ્રેસે 21 હજારની લીડથી તો ભાજપે 51 હજારની લીડથી જીતનો દાવો કર્યો છે. કોંગ્રેસે આ દાવાઓનું પ્રતિદાવાથી ખંડન કરવા સાથે પોતાની જીત નિશ્ચિત ગણાવી છે ત્યારે હવે આવતીકાલે મતગણનામાં બપોર સુધીમાં કમળ ખીલ્યું કે પંજાને મળ્યો વિજય તેના સસ્પેન્સ ઉપરથી પરદો ઉઠી જશે.

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન 71.27 ટકા છે જે 2017ની ચૂંટણી કરતા 2.17 ટકા ઓછુ છે. જસદણમાં મોડલ સ્કૂલ ખાતે તા.23ના રોજ સવારે 8 વાગ્યાથી મતગણના હાથ ધરાશે અને તેમાં પ્રથમ પોસ્ટલ વોટની ગણના કર્યા બાદ મત મશીનોના રાઉન્ડ ગોઠવી ગણતરી હાથ ધરાશે. મોડલ સ્કૂલ ખાતે મત ગણના માટે 14 ટેબલ ઉપર ગણના ગોઠવાઈ છે. 165325નું મતદાન થયું હોવાથી મતગણના 20 રાઉન્ડ સુધી ચાલશે અને 11.30 કલાક સુધીમાં ટ્રેન્ડ આવવા લાગશે જ્યારે 12.30 સુધીમાં પરિણામ આવી જવાની શકયતા છે.

ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી કરતા ઓછુ મતદાન નોંધાતા રાજકીય પંડિતોને ગણતરીઓ માંડવામાં મુશ્કેલી પડી રહી છે. વધારે મતદાન સમયે પણ બાવળીયા 2017માં 9277ની લીડથી જીત્યા હતા. અત્યાર સુધીની વધુમાં વધુ લીડ 25679ની રહી છે. તા.23ના બપોર સુધીમાં મતદારોએ કોની તરફેણમાં લોક ચુકાદો આપ્યો છે તેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે.