Home » Gujarat » Ahmedabad » રાફેલ ડીલમાં દેશને ૪૧૨૦૫ કરોડનું નુકશાન : કોંગ્રેસ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

રાફેલ ડીલમાં દેશને ૪૧૨૦૫ કરોડનું નુકશાન : કોંગ્રેસ

કોંગ્રેસના મોદી સરકાર સામે ગંભીર આક્ષેપો

અમદાવાદ- રફાલ ડીલ મુદ્દે કોંગ્રેસે જ્યાં કેન્દ્રની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે અને સુપ્રીમમાંથી ક્લિનચીટ મળ્યા બાદ પણ કોંગ્રેસના ગંભીર આક્ષેપો લઈને હાલ જ્યાં સમગ્ર દેશમાં વિવાદ જાગ્યો છે ત્યારે ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને સાંસદ રાજીવ સાતવ અને કોગ્રેસ કમિટીના  રાષ્ટ્રીય પૂર્વ મહા સચિવે આજે અમદાવાદ ખાતે મીડિયા સમક્ષ જણાવ્યુ કે મોદી સરકારે રાફેલ ડીલમાં દેશને ૪૧,૨૦૫ કરોડનું નુકશાન કરાવ્યુ છે.ઉપરાંત દેશની સર્વોચ્ચ ન્યાયિક પાલિકા એવી સુપ્રીમકોર્ટ સમક્ષ પણ કેન્દ્ર સરકારે જુઠ્ઠાણુ રજુ કરી તથ્યો છુપાવ્યા છે.

રાજીવ સાતવ અને કોંગ્રેસના પૂર્વ મહાસચિવ મોહન પ્રકાશે જણાવ્યું કે રાફેલ કૌભાંડ એ દેશનું સૌથી મોટુ કૌભાંડ છે.મોદી સરકારે સુપ્રીમમાં જુઠાણુ રજુ કરી સંસદના વિશેષાધિકારનો ભંગ કર્યો છે. મોદી સરકાર રાફેલ ડીલની કિંમત, ઓફસેટ કોન્ટ્રાકટ,  તેમજ ડીલમાં ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયા ડીલમાં અગાઉની  બેંચમાર્ક કિંમત કરતા વધારેલી કિંમત તથા  રાફેલ ડીલમાં સોવરેન ગેરંટી તથા અનીલ અંબાણીની કંપનીને અપાયેલ કોન્ટ્રાક્ટ જેવા મહત્વના મુદ્દાઓ પર પ્રજા સમક્ષ સાચી હકિકત રજુ કરે અને કોંગ્રેસે ઉઠેલા સવાલોનો જવાબ આપે. રફાલ ડીલમાં કેન્દ્ર સરકારે એક જહાજની કિંમત જે ૫૨૬  કરોડ હતી તે વધારીને ૧૬૭૦ કરોડ કેમ કરી નાખી ?

આ સમગ્ર ડીલમાં  દેશને ૪૧૨૦૫ કરોડનું નુકાશન થયુ છે.કારણકે મોદી સરકારે ૮.૨ બિલિયન યુરો એટલે કે ૬૨,૧૬૬ કરોડની સૌથી વધુ બેંચમાર્ક કિંમત  સ્વીકારી છે.અગાઉની ડીલમાં બેંચમાર્ક કિંમત ૫.૨ બિલિયન યુરો હતી.આમ મોદી સરકારે રફાલ ડીલમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે તેમજ દેશની પોતાની પબ્લિક સેકટર કંપની હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ પાસેથી ૩૦ હજાર કરોડનો કોન્ટ્રાક્ટ  છીનવીને ખાનગી કંપનીને ફાયદો કરાવ્યો છે.એટલુ જ નહી રફાલ ડીલમાં કેન્દ્રની મોદી  સરકારે દેશની સુરક્ષા સાથે  પણ સમાધાન કર્યુ છે.