Home » India » Delhi » ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ ના કરાય તો રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન નબળું પડશેઃ ખુરશીદ

News timeline

Bhuj
1 min ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
6 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ ના કરાય તો રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન નબળું પડશેઃ ખુરશીદ

નવી દિલ્હી :  ઉત્તર પ્રદેશમાં ગઠબંધનમાં સપા અને બસપા કોંગ્રેસને સાથે નહીં રાખે એવા અહેવાલો વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ ેતા સલમાન ખુરશીદે આજે કહ્યું હતું કે જો કોંગ્રેસને રાજ્યમાં ગઠબંધનમાંથી બાકાત રાખવામાં આવશે તો દેશ વ્યાપી ભાજપ વિરોધી ગઠબંધન નબળું પડશે અને સ્થિતિ અત્યંત પ્રવાહીરૂપ બની જશે. જો કે ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન બનાવવું તમામ વિરોધ પક્ષો માટે ખૂબ જ નાજુક બાબત છે, પરંતુ ભાજપ સામે કોંગ્રેસ, સપા,બસપા અને રાષ્ટ્રીય લોકદળ માટે ગઠન કરવું અત્યંત જરૂરી છે.

 ઉત્તર પ્રદેશના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ એવા ખુરશીદે કહ્યું હતું કે  રાજ્યમાં હજુ પણ સ્થિતિ પ્રવાહીરૂપ છે અને એટલા માટે જ પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી ફુંકી ફુંકીને ડગ ભરે છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે તેમણે પોતાનું મન અને હૃદય ખુલ્લા રાખ્ય છે. પ્રદેશમાં સપા અને બસપા કંોગ્રેસને ગઠબંધનમાંથી બહાર રાખશે એવા અહેવાલો અંગે તેમણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે  આ એક વિરામ છે. મને લાગે છે કે એ છેતરામણું છે. પરંતુ હાલમાં હું કંઇજ કહી શકું એમ નથી. પરંતુ હું હજુ પણ કહું છું કે જો કંોગ્રેસને  ગઠબંધનમાંથી બહાર રાખશો તો રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન નબળું પડશે’.

 ૬૫ વર્ષના કોંગ્રેસના નેતાએ આશા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં મહાગઠબંધન કરી શકાશે. આના કારણે  ભારતીય રાજકારણમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકાશે.’અમારામાંના દરેક થોડું જતું કરવા અને થોડું મેળવવા પ્રયાસો કરવા પડશે. માત્ર એક તરફી લેવાની વાત વ્યાજબી નથી. આમ ગિવ એન્ડ ટેકથી દરેક પક્ષને ફાયદો જ થશે. અમે સાથે મળીને ભાજપ સામે એક મજબૂત ટક્કર આપી શકીશું. જો જોડાણ નહીં થાય તો એ એક ઐતિહાસિક ભુલ અને નુકસાન હશે’એમ પૂર્વ વિદેશ મંત્રી ખુરશીદે કહ્યું હતું.