Home » Breaking News » ભાજપે સરકારી મશીનરીનો દુરુપયોગ કરી જસદણનો ગઢ જીત્યો: કૉંગ્રેસ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભાજપે સરકારી મશીનરીનો દુરુપયોગ કરી જસદણનો ગઢ જીત્યો: કૉંગ્રેસ

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ બાદ પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કૉંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપે ચૂંટણી જીતવા અન્ય ચૂંટણીની જેમ જ સરકારી મશીનરી-પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કર્યો હતો.

વિશ્ર્વના સૌથી મોટા રાજકીય પક્ષ-સંગઠનના દાવા કરતી ભાજપ પાસે પોતાના કોઈ કાર્યકર કે આગેવાન નથી એટલે ઉછીના અને પક્ષ પલટો કરાવીને કૉંગ્રેસ પક્ષની વ્યક્તિને ઉમેદવાર બનાવવાની ફરજ પડી. કૉંગ્રેસ પક્ષના વફાદાર સૈનિક સામાન્ય પરિવારના અવસર નાકિયાને કૉંગ્રેસ પક્ષે ઉમેદવાર બનાવ્યા હતા. તમામ સમાજ, તમામ વર્ગના મતદાતાઓના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અવસર નાકિયાને આશીર્વાદ હતા.

જસદણ વિધાનસભામાં અગાઉ પણ પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ભાજપના ૧૦૦૦ રૂ.ના ખર્ચ સામે કૉંગ્રેસ પક્ષ ૧ રૂ. ચૂંટણી ખર્ચ કર્યો એટલે કે, ભાજપે ચૂંટણી જીતવા કરોડો રૂપિયાની રેલમછેલ કરી હતી. ખેડૂતો, યુવાનો, સ્થાનિક ધંધા-રોજગાર સહિત વિસ્તારની સમસ્યા માટે કૉંગ્રેસ પક્ષ વધુ આક્રમકતાથી લડશે. કૉંગ્રેસ પક્ષ જસદણના મતદાતાઓનો આભાર માને છે. સાથો સાથ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાત-દિવસ ખડેપગે રહેનાર કાર્યકર-મિત્રો તથા આગેવાનોનો કૉંગ્રેસ આભાર વ્યક્ત કરે છે.