Home » Breaking News » કોંગ્રેસમાં અસંતોષ, સ્થાપના દિવસની ઉજવણીમાં ધારાસભ્યો ફરક્યા જ નહીં

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

કોંગ્રેસમાં અસંતોષ, સ્થાપના દિવસની ઉજવણીમાં ધારાસભ્યો ફરક્યા જ નહીં

કોંગ્રેસના ૧૩૪મા અને સેવાદળના ૯૬મા સ્થાપના દિવસની ઉજવણીને લઈ અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે કાર્યક્રમ યોજાયો હતો, જોકે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે અસંતોષને લઈ સ્થાપના દિવસના કાર્યક્રમમાં તમામ ૭૪ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, માંડ બે ધારાસભ્યો કે જેમને હોદ્દાની રૂએ ફરજિયાત હાજર રહેવું પડે તેમાં ખુદ પ્રદેશ પ્રમુખ તેમજ પ્રદેશ સેવાદળના મુખ્ય આગેવાન હાજર રહ્યા હતા. ધારાસભ્યોની સાથે કોર્પોરેટરો, હોદ્દેદારો તેમજ સંગઠનને મજબૂત કરવાની વાતો કરનારા આગેવાનો પણ ફરક્યા ન હતા. કાર્યક્રમમાં માંડ ૧૦૦ લોકો જ ભેગા થઈ શક્યા હતા.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સામે અત્યારે કોંગ્રેસમાં ઉકળતો ચરુ છે. પક્ષના સિનિયર આગેવાનોએ પ્રદેશ પ્રમુખની કામગીરી સામે સવાલો ખડા કરી બળવો કરવા આગળ વધી રહ્યા છે, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ પણ અમિત ચાવડા સામે બળાપો કાઢવા માટે સમય માંગ્યો છે ત્યારે કોંગ્રેસના ૧૩૪મા સ્થાપના દિનના કાર્યક્રમમાં ધારાસભ્યોની સાથે સિનિયર આગેવાનોએ પણ ગેરહાજર રહીને નારાજગી વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ પ્રભારી આજે રાજ્યમાં, અસંતુષ્ઠોને મળે તેવી શક્યતા

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ૨૯મી ડિસેમ્બરના શનિવારે ગુજરાત મુલાકાતે છે, અરવલ્લીના એક કાર્યક્રમમાં સાતવ ઉપરાંત અન્ય નેતાઓ હાજરી આપવાના છે ત્યારે પ્રભારી નારાજ આગેવાનોને મળીને તેમની રજૂઆત સાંભળે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.