Home » Gujarat » Ahmedabad » ગુજરાતમાં 2022 માં કોંગ્રેસનું શાસન હશે: રાજીવ સાતવ

News timeline

Bhuj
1 min ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
5 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

ગુજરાતમાં 2022 માં કોંગ્રેસનું શાસન હશે: રાજીવ સાતવ

– લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને માત આપવા કોંગ્રેસની તૈયારી

અમદાવાદ- આજે અમદાવાદ આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ એ મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે કોંગ્રેસમાં કોઈ જ જૂથબંધી કે નારાજગી નથી. આગામી લોકસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ સંપૂર્ણપણે સજ્જ છે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર કોંગ્રેસ લડત આપશે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ માટે ચોકાવનારા પરિણામો આવશે.

રાજીવ સાતવ એ કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે જાતે જાહેરમાં સ્વીકારી રહ્યા છે કે રેવન્યુ અને ગૃહ ખાતામાં ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના છેલ્લા 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, હાલમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ માં ચૂંટણીને લઇને જબરજસ્ત ઉત્સાહ રહ્યો છે જેથી 2022 ગુજરાતમાં કોંગ્રેસનું નિશ્ચિત પણે શાસન આવશે.

અત્રે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીને લઇને આજે પ્રદેશ કોંગ્રેસની મહત્વની બેઠક મળી છે જેમાં હાજર રહેવા માટે રાજીવ સાતવ ગુજરાતમાં આવ્યા છે. 2017 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમજ તાજેતરમાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને પછડાટ આપ્યા બાદ કોંગ્રેસના આગેવાનોમાં લોકસભાની ચૂંટણીને લઈને એક પ્રકારનો વિશ્વાસ આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ લોકસભાની 26 પૈકી માંથી કોંગ્રેસ જે બેઠકો જીતી શકે તેમ છે તેની યાદી તૈયાર કરી છે. કોંગ્રેસને વિશ્વાસ છે કે આ વખતે 26 માંથી 13 બેઠકો કોંગ્રેસને મળશે. આજે કોંગ્રેસની મળી રહેલી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સામે કેવા પ્રકારની રણનીતિ અપનાવી તેની ચર્ચા થશે ઉપરાંત તમામ 26 બેઠકો પર સંભવિત ઉમેદવારોને લઈને પણ ચર્ચા વિચારણા કરાશે,