Home » Gujarat » વઘઈ તા.પં.નાં ભાજપ અને કોંગ્રેસનાં સભ્ય નશાની હાલતમાં પકડાયા

News timeline

Bhuj
4 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
9 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

વઘઈ તા.પં.નાં ભાજપ અને કોંગ્રેસનાં સભ્ય નશાની હાલતમાં પકડાયા

વાંસદા- વઘઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં કોંગ્રેસી સભ્યોએ ભાજપી સભ્યો સાથે મળી કોંગ્રેસનાં તા.પં. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. અને તમામ સભ્યો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા.

ભુગર્ભમાં ઉતરી ગયેલા ભાજપ-કોંગ્રેસનાં કેટલાક સભ્યો શરાબ-કબાબનાં શોખિન હોવાથી ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા સેલવાસ ગયા હતા. ત્યાં દારૂની લીજ્જત માણ્યા બાદ બોલેરો જીપ (નં.જીજે-૬-બીક્યુ-૫૪૯૪)માં પરત ફરી રહેલા વઘી તા.પં.નાં ભાજપી સભ્ય મંગલેશભાઈ ચિમનભાઈ ભોયે (રહે. સાકરપાતળ, પટેલ ફળિયુ, તા.વઘઈ) અને કોંગ્રેસી સભ્ય રામજભાઈ ભાવજૂભાઈ ધૂમ (રહે. બોરીગાવઠા, તા.વઘઈ) તેમજ જીપ ચાલક મહેશભાઈ તુકારામભાઈ દેશમુખ (રહે. સાકરપાતાળ, તા.વઘઈને ભિલાડ પોલીસે ચેકીંગ દરમિયાન નશાની હાલતમાં જણાય આવતા અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકા પંચાયતનાં ભાજપ કોંગ્રેસનાં સભ્યો સામે ભિલાડ પોલીસે ગુનો નોંધાતા તેમને છોડાવવા  ભાજપનાં એક મંત્રી દ્વારા ભારે દબાણ કરવામાં આવ્યું હોવાનું   જાણવા મળે છે. જોકે, પોલીસે કોઈની શેહાશરમ રાખ્યા વગર કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં સાંજે ઉમરગામ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા.