Home » Gujarat » Bhavnagar » તળાજાના ખેડૂતો પર અંગ્રેજોને શરમાવે એવો અત્યાચાર કર્યો છે: કોંગ્રેસ

News timeline

Bollywood
4 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

તળાજાના ખેડૂતો પર અંગ્રેજોને શરમાવે એવો અત્યાચાર કર્યો છે: કોંગ્રેસ

ભાવનગર જિલ્લાનાં મહુવા અને તળાજા તાલુકાનાં ગામડાઓમાં જાણીતી સિમેન્ટ કંપનીનાં માઇનીંગ સામે અહિંસક રીતે વિરોધ કરી રહેલા ખેડૂતો પર રૂપાણી સરકારે પોલીસ દ્વારા દમન આચરી અંગ્રેજ શાસનની યાદ અપાવી હતી એવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની રૂપાણી સરકાર ખંડણીખોર, બુટલેગર અને ખેડૂત સાથે સરખો વહેવાર કરી રહી છે, તમામ ક્ષેત્રે નિષ્ફળ રહેલી રૂપાણી સરકાર ૨૦૧૯ની ચુંટણીની જરૂરિયાતની રાજનીતિ તરફ ઉતરી પડી છે,

ભાવનગરના મહુવા તાલુકાના ગામોની ખેડૂતોની જમીન ઝૂંટવવા માટે માત્ર ઉદ્યોગપતિઓના ખોળે બેઠેલી સરકારે ઉદ્યોગપતિઓની જરૂરિયાતને પરિણામ સુધી લઈ જવા ખેડૂત ભાઈ-બહેનો ઉપર બેરહમીથી લાઠીચાર્જ અને ટીયરગેસનાં ગોળા છોડ્યા હતા. અને નિર્દયતાપૂર્વક ૧૦૦થી વધુ ખેડૂત ભાઈ-બહેનોને ઘાયલ કર્યા હતા. ભાજપની આ સરકારમાં અંગ્રેજ સરકારનું ભૂત દાખલ થઈ ગયુ છે. ઉપરાંત ૧૫૦થી વધુ ખેડૂતોને પોલીસ ઉઠાવી જઈને જેલમાં પૂર્યા હતા. ખેડૂતોની ઇજ્જત, આબરૂ, આજીવિકા તથા સ્વમાન અને સન્માન સાથે ખેતીની જમીનના માલિક હક્ક જે તે વખતની કોંગ્રેસની સરકારે આપ્યા હતા, અને ભાજપાને આ ખેતીની જમીનના માલિકો હવે ઉદ્યોગપતિઓ બને તેવા મલીન ઇરાદાની ચાલ ચાલી રહી છે,

જ્યારથી ભાજપા સરકાર કેન્દ્રમાં આવી ત્યારથી તેનો ડોળા ખેતીની જમીન ખેડૂતો પાસેથી એનકેન પ્રકારે પડાવી લેવી તે દિશામાં કામ કરી રહી છે. ૨૨ વર્ષમાં ભાજપા સરકારે ઇરાદાપૂર્વક જ ખેડૂતોને માગે ત્યારે વિજળી ન આપી, જરૂરિયાત મુજબ પાણી ન આપવું, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં પાક વીમો ન આપવો, અને પાકનો પોષણક્ષમ ભાવ ન આપવો આ ચાર વસ્તુ ન આપવાનું કારણ જ દેખાડે છે કે આ સરકારને ખેતીને જીવંત રાખવામાં કેટલો રસ છે.