Home » Gujarat » Gandhinagar » ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં અસંતુષ્ટ સિનિયર નેતાઓને સ્થાન અપાશે

News timeline

India
27 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
50 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
54 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં અસંતુષ્ટ સિનિયર નેતાઓને સ્થાન અપાશે

ગાંધીનગર- જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થયા બાદ કોંગ્રેસના જ કેટલાક સિનિયર નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ પ્રદેશ કોંગ્રેસની યુવા નેતાગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.

કોંગ્રેસ પક્ષની અંદર પોતાની ભારોભાર અવગણના થઈ રહી હોવાની ફરિયાદ પણ હાઇ કમાન્ડ સુધી પહોંચાડી છે ત્યારબાદ સમગ્ર મામલો દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ પહોંચ્યો છે.

સિનિયર આગેવાનો અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, શક્તિસિંહ ગોહિલ વગેરેએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. રાહુલ ગાંધી નહીં મળી શકતા અહેમદ પટેલ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સાથે મિટિંગ કરી હતી. અસંતુષ્ટોને પગલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના નેતા પરેશ ધાનાણી પણ નવી દિલ્હી પહોંચી ગયા છે.

સુત્રો જણાવે છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાઈ કમાન્ડ કોઇ વચ્ચેનો રસ્તો કાઢશે. જેમાં પ્રદેશ સંગઠનમાં કોઈ હોદ્દો આપીને નારાજ નેતાઓને મનાવી લેવાનો પ્રયત્ન કરાશે એવું મનાઈ રહ્યું છે કે આગામી ટૂંક સમયમાં જ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં કેટલાક ધરખમ ફેરફારો થશે.

ગુજરાતના નેતાઓ સાથે હાઈ કમાન્ડે લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકોના સંદર્ભમાં પણ ચર્ચા-વિચારણા કરી છે તેમજ ગુજરાત માંથી વધુને વધુ કેટલી બેઠક કઈ રીતે જીતી શકાય. તેનો રિપોર્ટ કરવાની સૂચના પણ આપી દેવાઇ છે.