Home » Breaking News » સૌરભ દલાલના પૂર્વ રહસ્ય સચિવ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો છતાં બઢતી : કોંગ્રેસ

News timeline

Bhuj
9 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
13 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

સૌરભ દલાલના પૂર્વ રહસ્ય સચિવ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો છતાં બઢતી : કોંગ્રેસ

ગુજરાતમાં કિંમતી ખનીજ રેતી, બોક્સાઇટ, કાચો ચૂનોની કરોડો રૃપિયાની બેરોકટોક ચોરી

ગુજરાતમાં ભાજપના શાસનમાં વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૧૮માં રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઇટ, કાચો કોલસો, સિરેમિક, કાચો ચૂનો સહિત કરોડો રૃપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે તેમ જણાવતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ ઉમેર્યું હતું કે, ‘જે અધિકારી સામે વિધાનસભામાં ગેરરીતિની અનેક ફરિયાદો અને ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રીએ વરિષ્ઠ રહસ્યમંત્રીના સચિવપદેથી હટાવી દેવાયા તે જ અધિકારીને ફરીથી મહત્વના પદ પર બઢત દ્વારા ભ્રષ્ટાચારીઓને ભાજપ સરકાર છાવરી રહી છે. આ બાબત દર્શાવે છે કે રૃપાણી સરકારની કથની-કરણીમાં જમીન-આસમાનનો તફાવત છે.

ભાજપના એક પૂર્વ મંત્રી સામે ખાણ-ખનીજની કરોડો રૃપિયાની ચોરીના કેસથી સમગ્ર ગુજરાત વાકેફ છે.ગામથી લઇને ગાંધીનગર, શહેરથી લઇને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ગુજરાતની અનેક મોટી નદીઓમાંથી કાગળ પરની લીઝ કરતાં હજારો ગણું ખોદકામ કરીને ખનીજ ચોરીનું વ્યવસ્થિત નેટવર્ક ધમધમે છે. ભાજપના શાસનમાં ખનીજ ચોરીના કેસમાં દંડ પેેટેની રૃ. ૧૩૧૫ કરોડની માતબર રકમ લાંબા સમયથી બાકી છે. આ જ બાબત દર્શાવે છે કે ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં ખનીજ ચોરી કેવી ચાલે છે.